Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબીમાં ગુમ થયેલ વણિક યુવાન શનિ શાહનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

અંજની કુરિયરની સામે શોપિંગ કોમ્પ્લેક્સમાં શટર ખોલતાની સાથે જ પુરુષની લાશ ગબડીને નીચે આવી

મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોક પાસે જયદીપ પાઉંભાજીવાળી શેરીમાં કોમ્પ્લેક્સનું શટર ઊંચું કરતાંની સાથે જ એક યુવાની કહોવાયેલી હાલતમાં લાશ મળી હતી જેથી પોલીસે લાશને પીએમમાં ખસેડીને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક વણિક યુવાન હોવાની વિગત સામે આવી છે અને બે દિવસથી તે પોતાના ઘરેથી ગુમ થયો હતો તેવું પોલીસે જણાવ્યુ છે

 બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબી શહેરના રામ ચોક પાસે જયદીપ પાઉંભાજીવાળી શેરીમાં અંજની કુરિયરની સામે શોપિંગ કોમ્પ્લેક્સમાં શનિ રવીવારની રજા પછી સોમવારે સવારે શટર ખોલતાની સાથે જ એક પુરુષની લાશ ગબડીને નીચે આવી હતી અને લાશ કોહવાયેલ હતી જેથી કરીને દુર્ગંધ પણ મારતી હતી જેથી કરીને આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો

 પોલીસે યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન શનિભાઈ અનંતભાઈ શાહ (ઉ.૩૪) રહે. વાઘપરા, શેરી નબર-૨ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને આ યુવાન બે દિવસથી તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને તે માનસિક રીતે બીમાર હતો તેવામાં તેની લાશ મળી હોવાથી પોલીસે મોતનું કારણ જાણવા માટે તજવીજ શરૂ કરેલ છે

(11:15 am IST)