Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભાલોડીયા પરિવાર દ્વારા મોટી પાનેલીમાં દસહજાર N95 માસ્ક દરેક નાગરિક સુધી પહોંચાડયા

વતનના લોકો માટે ત્રીજી લહેર પહેલા જ સુરક્ષાની શરૂઆત : ઓકિસજન સુવિધા-નિઃશુલ્ક કોવીડ સારવાર-ફ્રુટકીટ સહીતની સેવા ગેલેકસી ગ્રુપ(રાજકોટ)ની વતન પ્રત્યેની અમૂલ્ય હૂંફ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કોરોનાંની બીજી લહેરે ભયંકર ભરડો લીધો હતો ત્યારે તંત્ર તરફથી કોવીડના દર્દીઓમાટે કોઈપણ જાતની સુવિધા કે રાહત મળતી ના હતી કે કોવિદના દર્દીઓ ને શહેરમાં બેડની વ્યવસ્થા થતી તેવામાં ગામમાં કોરોનાં કેશ પણ સતત કૂદકે ભૂસકે વધી રહ્યા હતા સારવાર અને ઓકિસજનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા તંત્ર તરફથી કોઈ યોગ્ય સુવિધા મળતી ના હોવાનું અને ગ્રામ્ય પ્રજા કોરોનાં મહામારીમાં હેરાન પરેશાન થઇ રહી હોવાની વાત મોટી પાનેલીના વતની એવા ભાલોડીયા પરિવાર(ગેલેકસી ગ્રુપ=રાજકોટ) ના જાણમાં આવતાજ તાત્કાલિક વતનના લોકો માટે જરૂરિ તમામ સુવિધા સાથે જરૂરિયાત મુજબની સેવા તાત્કાલિક આપવા આગળ આવી ઓકિસજન કોન્સ્ટ્રેશન મશીનનજ સુવિધા ઉપલબ્ધ કરાવી સાથેજ કોરોનાં દર્દીઓ માટે મોંદ્યાભાવના દરેક ફ્રૂટ સંતરા મોસંબી લીંબુ નાળિયેલ પૂરતા પ્રમાણમાં આપી લોકોને આર્થિક મદદ પહોંચાડી સાથેજ વધુ તકલીફ વાળા દર્દીઓ ને કોવીડ સેન્ટરમાં તમામ દવા ઓકિસજન સહિતની નિઃશુલ્ક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી અનેક દર્દીઓ ને કોરોનાં સારવાર અપાવી ખરા સમયે વતન પ્રેમ દેખાડ્યો હતો આટલુંજ ના કરતા ભાલોડીયા પરિવાર દ્વારા વતન પ્રત્યેની હૂંફ કાજે આગવી તૈયારીના ભાગરૂપે કોરોનાંની ત્રીજી લહેરના ભણકારા ના સમાચાર માત્રથી પાનેલીના લોકો ધ્રુજી ઉઠયા છે ત્યારેવતનના લોકોની સુરક્ષા કાજે મોટી પાનેલીના પ્રત્યેક નાગરિક સુધી દસહજાર થી વધુ એન૯૫ માસ્ક પહોંચાડી દરેક વ્યકિત સુધી સંદેશો પહોંચાડ્યો છે કે સાવધાની રાખી કામમાં લાગી જાઓ તમારી સાથે હર મુશ્કિલ દ્યડીમાં અમો તમારી સાથે છીએ, ગેલેકસી પરિવારની વતન પ્રત્યેની આ હૂંફ અને લાગણી જોઈને ગ્રામજનો ગદગદિત થઇ ઉઠયા છે અને હોસે હોસે તમામ ગ્રામજનોએ માસ્ક સાથે ભાલોડીયા પરિવારના સંદેશને સ્વીકારી દિલથી આભાર વ્યકત કરેલ છે. દસહજારથી વધુ માસ્કનું વિતરણ અત્રેની સહકારી દૂધમંડળીએથી મોટી પાનેલીની ચાલીસ જેટલી જ્ઞાતિઓ ના પ્રમુખશ્રી આગેવાનો ને દરેક નાગરિક સુધી પહોંચાડવાની જવાબદારી સાથે સુપરત કરવામાં આવેલ હતા દરેક સમાજના પ્રમુખશ્રી દ્વારા ભાલોડીયા પરિવાર ને આશીર્વાદ સાથે ધન્યવાદ અર્પિત કરતો ભાવ જોવા મળેલ હતો.સાથેજ ગામના સરપંચ ઉપસરપંચ સહિતના તમામ ગામ આગેવાનોએ પાનેલી ગ્રામજનો વતી ભાલોડીયા પરિવારનો દિલથી આભાર વ્યકત કરેલ.

(10:16 am IST)