Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કચ્છના રતનાલ ગામે મધ્યાહ્ન ભોજનના સંચાલક સામે ૩.૫૯ લાખના ગોટાળાની ફરિયાદ: બાળકોના નામે રૂપિયા હજમ

(વિનોદ ગાલા દ્વારા(ભુજ) ઘણી વખત સરકારની સારી યોજનાઓથી લોકો ભ્રષ્ટ કર્મચારીઓના કારણે વંચિત રહી જાય છે. ભ્રષ્ટ તત્વો બાળકોને પણ મૂકતા નથી. કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનો સંચાલક બાળકોની ખોટી હાજરી દર્શાવી તેમના ભાગના અનાજના રૂપિયા હજમ કરી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ અંગે રતનાલની શાળાના આચાર્ય જીતેશકુમાર પરમારે મધ્યાહ્ન ભોજનના સંચાલક મણિગર નરશીગર ગુંસાઈ વિરૂદ્ધ રૂ. ૩.૫૯ લાખની ઠગાઇ અંગે ફરિયાદ નોધાવી છે. વર્ષ ૨૦૧૮ જૂનથી ૨૦૧૯ ફેબ્રુઆરી સુધી મણિગર ગુંસાઇ એ શાળાના બાળકોની ખોટી સંખ્યા દર્શાવી આ અંગેના હિસાબો પોતાની સહી સાથે વેબ પેજ ઉપર મૂકી મામલતદાર ઓફિસમાં રજૂ કરી અનાજ ના જથ્થા ના ૩.૫૯ લાખ રૂપિયા મેળવ્યા હતા. પોલીસે આ ફરિયાદ અંગે તપાસ શરૂ કરી છે.

(10:59 am IST)