Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કચ્છમાં કોરોના હાફયો : નવા કેસ ઘટયા સાથે સાજા થનારની સંખ્યામાં ઉછાળો

નવા ૫૩ કેસ, ૧૯૪ સ્વસ્થ થયા, ૧નું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : બીજી લહેર દરમ્યાન કચ્છમાં કોરોનાએ ભારે ફફડાટ મચાવ્યા બાદ હવે ધીરે ધીરે હાંફી રહ્યો છે. નવા કેસ હવે ઘટતાં જાય છે જયારે સાજા થનાર દર્દીઓ વધતાં જાય છે. સરકારી આંકડા અનુસાર નવા કેસ ૩૦ નોંધાયા છે.

જયારે સ્વસ્થ થનારની સંખ્યા ૧૯૪ છે. સારવાર લેતાં દર્દીઓનો આંકડો પણ ઘટીને ૨૫૧૫ થયો છે. જયારે ૧ નું મોત થયું છે. અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક વધીને ૨૭૬ થયો છે. કુલ પોઝિટિવ દર્દીઓ ૧૨ હજાર ૩૧૦ થયા છે. સ્વસ્થ થયેલાઓનો કુલ આંકડો ૯૬૮૩ થયો છે.

(11:45 am IST)