Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

બગસરામાં ૧૧ વર્ષનો કોરોના દર્દી સાજો થતા હોસ્પિટલમાંથી રજાઃ પુષ્પ વર્ષા

બગસરા,તા.૧: બગસરાના પ્રથમ કોરોનાવાયરસ થી સંક્રમિત દર્દીને થોડા દિવસ પૂર્વે હોસ્પિટલમાંથી મુકત કરાયા બાદ આજે વાજતેગાજતે સન્માન સાથે તેની દ્યર વાપસી કરવામાં આવી હતી ૧૧ વર્ષના ઓમ રમેશભાઇ પરમાર દ્વારા કોરોનાને લડત આપી તેને પર વિજય મેળવતા વિસ્તારમાં લોકોએ થાળી વગાડી તેને આવકાર્યો હતો તેમજ તંત્ર દ્વારા બાળક ને પુષ્પમાળા પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ તકે બગસરા પી.આઈ મકવાણા તથા પોલીસ સ્ટાફ,નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા સતવારા સમાજના પ્રમુખ વિઠ્ઠલભાઈ ચૌહાણ, નગરપાલિકા સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલ આ બાળક સાથે સુરત થી બગસરા સુધી બસમાં મુસાફરી કરી આવનાર બગસરાના તમામ ૨૦ લોકોને પણ મુકત કરી દ્યરે મોકલી આપવામાં આવ્યા હતા, હાલ તેમની તબિયત સ્વસ્થઙ્ગ છે,તેમજ આજે ઓમ રમેશભાઇ પરમાર પણ દ્યરે આવી જતા કન્ટેન્ટમેન્ટ ઝોન ખોલી નાખવા માટેની માગણી પ્રબળ બની છે. તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેઓ આ વિસ્તારના પરિવારો ઈચ્છી રહ્યા છે.

(12:19 pm IST)