Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોનાની મહામારી વચ્ચે જોડીયાધામમાં પૂ.સંત શ્રી ભોલેબાબાજીની (૩૪મી)પુણ્યતીથી મહોત્સવ ઉજવાશે નહીં..

પ્રતિ વર્ષ હજારો સાધુ-સંતો અને ભકતજનોની ઉપસ્થિતીમાં પૂ. સંતશ્રી ભોલેબાબાજીની પુણ્યતીથી ઉજવાય છેઃ લોકડાઉન અને કોરોના વચ્ચે સાદાઇથી પૂજન વિધિ થશે

 વાંકાનેર,તા.૧: જામનગર જિલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર રામવાડી આશ્રમ ખાતે પ્રતિવર્ષ શ્રી જયોતિ સ્વરૂપ બાલ્ય હનુમાનજી મહારાજદાદા એવમૂ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ પૂજ્યયાદ સદગુરૂ દેવશ્રી ભોલેબાબાજીની અસીલ કૃપાથી રામવાડીની પાવન તપોભૂમીમાં તીર્થ સ્થળમાં (જેઠ વદ-૨)ના પ.પૂ. સદ્ગુરૂ શ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ મહોત્સવ ઉજવાય છે. જેઆ વર્ષે સમગ્ર ભારતભરમાં લોકડાઉન હોય જાહેર કાર્યક્રમ યોજવાની સરકાર દ્વારા મનાઇ હોય અને કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે પૂ.  સદ્ગુરૂદેવ શ્રી ભોલે બાબાજી (૩૪)મી પુણ્યતિથિ આગામી તારીખ ૭/૬/૨૦૨૦ને રવિવારના જેઠ વદ-૨ આવે છે. પ્રતિવર્ષ જેઠવદ-૧ જેઠ વદ-૨ના બે દિવસીય કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે સંતવાણી, ભંડારો મહાપ્રસાદ લોકડાઉન હોવાથી રાખેલ નથી.

પ્રતિ વર્ષ પૂ.  સદ્ગુરૂથી ભોલે બાબાજીની પૂણ્યતિથિ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાત -ગીર પંથકમાંથી હાલાર પંથકમાંથી હજારો સાધુ સંતો પધારે છે. જે આ વર્ષે ભાવિક ભકતજનોને દર્શન મેળાનો લાભ મળશે નહિ. પૂ. સદ્ગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૪મી) પુણ્યતિથિના પાવન દિવસે સવારના પૂ.બાબાજીનું પૂજન -અર્ચન વિધિ સાદાઇથી કરવામાં આવશે. તેમજ પૂ. બાબાજીને પ્રાર્થના કરવામાં આવશે. કોરોનાથી મુકિત આપો બાબાજી પૂ. બાબાજીને પ્રાર્થના.. કોરોનાની મહામારી અને લોકડાઉન હોવાથી પુણ્યતિથિ મહોત્સવના સંપૂણે કાર્યક્રમ બંધ છે. તેમ ભોલેબાબા સેવક સમુદાય વતી જોડીયાના ભકતજન શનીભા વડેરાએ જણાવેલ છે.

(12:17 pm IST)