Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ઉનામાં પૂર્વ ધારાસભ્ય ઉપર ફાયરીંગ કરનાર ઝડપાયેલ ૩ આરોપીઓને ૪ દિવસ રિમાન્ડ

 ઉના તા. ૧ : નગરપાલિકાના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ઉપર ફાયરીંગ, હથિયાર હુમલો કરનાર આઠ આરોપી પૈકી ૩ આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસની રીમાન્ડ મંજૂર કરવામાં આવી છે.

શહેરમાં ગત તા. ૨૮મીએ બપોરે બાદ એમ.કે.પાર્કના રીઝર્વ પ્લોટના મેદાનમાં નગરપાલિકાના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચનાભાઇ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મીતેશભાઇ શાહ તથા અનુભાઇ હરીશંકર ઠાકર, લોકેશભાઇ રસીકભાઇ મોટવાણી તથા નગરપાલિકાના ઉપપ્રમુખ રાધે ઉર્ફે ચંદ્રેશભાઇ ઠાકર બેઠા હતા ત્યારે નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખને કારણે મધુવન ગ્રુપના ૩ લોકો બાઇક ઉપર આવી તમંચામાંથી ગોળીબાર કરેલ હતા. જેમાં બેને ગંભીર ઇજા તથા બેને સામાન્ય ઇજા થઇ હતી. કાળુભાઇ રાઠોડે ૮ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ એસ.પી. ગીર સોમનાથના રાહુલ ત્રિપાઠી, અમીતભાઇ વસાવાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.એમ.પરમાર તથા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચોૈધરી કરી રહ્યા હતા. ૪ ટીમ બનાવી ત્રણ દિવસમાં ગુનામાં સંડોવાયેલ ૩ આરોપી સંજય ભગવાનભાઇ બાંભણીયા તથા ભીખાભાઇ ભગવાનભાઇ બાંભણીયા સહિત ત્રણને પકડી પાડી ઉના કોર્ટમાં ૭ દિવસની રીમાન્ડ માટે માંગણી સાથે રજૂઆત નામદાર કોર્ટના જજશ્રીએ ચાર દિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

(12:12 pm IST)