Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જસદણમાં કાળાસરના હસમુખભાઇ કોળી પર ધારીયા-લાકડીથી હુમલો

ફોન કેમ કરે છે ? તેમ કહેતા કિશન, સાગર અને વિપુલ તૂટી પડયા

જસદણ, તા. ૧ : જસદણમાં કાળાસરના હિરાઘસુ કોળી યુવાન પર ત્રણ શખ્સોએ ધારીયા અને લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કાળાસર ગામે રહેતા અને હિરા ઘસવાનું કામ કરતા હસમુખભાઇ વાલજીભાઇ કોળી તેના બે મિત્રો સાથે જસદણ એસ્સાર પંપની બાજુમાં હોટેલે ચા પીવા ગયા હતાં. ત્યારે ત્યાં બેઠેલા કિશન રમેશભાઇ પરમાર રે. ફુલઝરને તુ ફોન કેમ કરે છે ? તેમ કહેતા કિશન અને તેની સાથેના સાગર મગનભાઇ પરમાર રે. ફુલઝર તથા કિશનના ફઇબાનો દિકરો વિપુલ રે. જસદણએ ઉશ્કેરાઇ જઇ ધારીયા અને લાકડીથી હુમલો કરતા હસમુખભાઇ કોળીને ઇજા થઇ હતી.  આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા જસદણ પોલીે તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)