Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

હરીપર ગામના શ્રમિકના પુત્રએ ધોરણ ૧૨ સાયન્સમાં ગામનું ગૌરવ વધાર્યુ

હળવદ તક્ષશિલા વિદ્યાલય ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગોપાલ રાઠોડ તાજેતરમાં જાહેર થયેલા ૧૨ સાયન્સના પરિણામમાં જ્વલંત સફળતા મેળવી ગામનું તથા પરિવાર, શાળાનું ગૌરવ વધાર્યુ છે. તક્ષશિલા વિદ્યાલય હળવદને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી હરીપર, ધ્રાંગધ્રા રહેવાસી વિજય ગોપાલભાઈ રાઠોડનું જીવન સાદુ અને સરળ છે. તેમના કુટુંબમાં ત્રણ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મજુરી શ્રમ કરતા ધોરણ ૧૨ સાયન્સ કરાવ્યું. આમ આવી પરિસ્થિતિમાં તેમણે દાદા, પપ્પા, મમ્મી તરફથી આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોવા છતાં અભ્યાસ બાબતે ખૂબ તકેદારી રાખી મદદરૂપ થયેલ વાલી પોતે અભણ હોવા છતાં શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થી માટે અતિ લગાવ દાખવી વારંવાર પ્રજ્ઞાચક્ષુ હોવા છતા સ્કૂલે વાલી મીટીંગમાં હાજરી આપી શિક્ષકો તેમજ સંચાલક મંડળને મળીને વિદ્યાર્થીના અભ્યાસ બાબતની ચર્ચા કરી વિદ્યાર્થીને પુરતુ પ્રોત્સાહન અપાવતા હતા. આમ ઉચ્ચ અભ્યાસ સાથે કલેકટરની ડિગ્રી મેળવવા માગું છું અને સાથે સાથે તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી વિજય રાઠોડે ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં ૮૮.૧૯ પી.આર. મેળવેલ છે. જ્વલંત સફળતા મેળવી મહેનત કરીને શાળા તથા પરિવાર તથા હરિપર ગામનું ગૌરવ વધાર્યુ છે. (તસ્વીરઃ હરીશ રબારી-હળવદ)

(10:08 am IST)