Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ધારીના માલસીકામાં ફળીયામાં રમતી ૪ વર્ષની જ્હાન્વીને દિપડાએ ઉપાડીઃ દાદીમાએ બચાવી

બાળાને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧: ધારીના દેવરાજીયા ગામના વતની અને હાલ માલસીકામાં મંગળુભાઇ ભાયાભાઇ વાળાની વાડીએ રહી ખેત મજૂરી કરતાં દેવીપૂજક પરિવારની દિકરી જ્હાન્વી જયદિપ વાઘેલા (ઉ.૪) પરમ દિવસે સાંજે આઠેક વાગ્યે વાડીએ ઘરના ફળીયામાં બે નાના ભાઇઓ સાથે રમતી હતી ત્યારે અચાનક ધસી આવેલા દિપડાએ તેને ગળેથી મોઢામાં પકડી લેતાં અને દોટ મુકતાં બાળકીના દાદીમા વિમળાબેન વસંતભાઇએ પાછળ દોટ મુકી બાળકીના પગ પકડી લેતાં અને દેકારો મચાવતાં દિપડો ગભરાઇ જતાં પક્કડ છુટી ગઇ હતી અને બાળા બચી ગઇ હતી. જો કે તેને દાઢી-મોઢા પર ગંભીર ઇજા પહોંચી હોઇ અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તે બે ભાઇની એકની એક બહેન છે. માતા-પિતા ખેત મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)