Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અમરેલીમાં 41 ટ્યુશન ક્લાસીસોને સીલ મારી દેવાયા :સંચાલકોમાં ફફડાટ

 

અમરેલી :શહેરમાં ચાલતા ટ્યુશન કલાસીસો. પાલિકાની ફાયર ટીમ દ્વારા બે ટીમ બનાવીને ટ્યુશનના હાટડાઓને સીલ મારવાનું કામ પાલિકાની ફાયર ટીમે કર્યા હતા. અને ટ્યુશન કલાસીસો પર અમરેલીમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

અમરેલીના જનાણી કલાસીસ સહિત ઓજસ, ઈસુ ઇન્ફોનેટ, દીપ દર્શન, કેરિયર ઝોન, શ્રીજી કલાસીસ, સંસ્કાર કલાસીસ દર્શન સાથે ટોટલ 41 કલાસીસોને સીલ મારવા તંત્ર દોડતું થઈ ગયું છે ને સંચાલકો દ્વારા સીલ મારતા પાલિકાના કર્મીઓ સામે રોષિત થયા હતા.

 અમરેલી પાલિકાની ફાયર ટીમના અધિકારી દ્વારા સવારથી લઈને બપોર સુધીમાં 12 ક્લાસીસોને સીલ કરી દીધા છે. પ્રથમ ત્રણ દિવસની નોટીસ બાદ 41 કલાસીસોને સીલ મારી દેવાનું ફાયર અધિકારી કહી રહ્યા છે

(8:55 am IST)