Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સોમનાથ ખાતે જળસંગ્રહ અભિયાનનું સમાપનઃ ૧૦૮ યુગલોએ શાસ્ત્રોકત વિધિ સાથે જળપૂજન કર્યું

ગીર સોમનાથ, તા.૧:  ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મણીબેન રાઠોડ, રાજય બીજ નિગમનાં ચેરમેન રાજસીભાઇ જોટવા,પૂર્વ મંત્રી  જશાભાઇ બારડ, પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, પ્રભારી સચિવશ્રી સંજય નંદન, વેરાવળ નગપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી,  લખમભાઇ ભેંસલા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક માસ સુધી કાર્યરત જળસંગ્રહ અભિયાન થકી ગીર-સોમનાથ જિલ્લામાં ૨૨૪ તળાવો-ચેકડેમોમાંથી ૭ લાખ ૮૫ હજાર દ્યનમીટર કાંપ દુર કરી એટલા વધુ પાણીનો સંગ્રહ થશે. સાથે-સાથે ૨૮ હજારથી વધુ માનવદિન રોજગારીનું નિર્માણ થયું છે.

સમાપન સમારોહ પ્રસંગે ૧૦૮ યુગલોએ શાસ્ત્રોકત વિધિ સાથે જળપુજન કરી જળસંચયનો સંકલ્પ લીધો હતો. સોમનાથ મંદીરનાં મુખ્ય પુજારીશ્રી ધનંજય દવે તથા બ્રાહ્મણગણે જળપુજન કરાવ્યું હતું.જળ પુજનમાં સહભાગી ભેટાળીના રાણીબેન સોલંકી અને ડારીના રાજીબેન જોટવાએ જળસંગ્રહ અભિયાન ખેડુતો માટે ખુબ ઉપયોગી છે તેમજ ખારાશને અટકાવવા આ અભિયાન શ્રેષ્ઠ ઉકેલ છે તેમ જણાવ્યુ હતુ. 

પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોનાં હસ્તે આ અભિયાનમાં સહભાગી સંસ્થાઓ ઇન્ડીયન રેયોન, જીએચસીએલ, અંબુજા ફાઉન્ડેશન, સોમનાથ ટ્રસ્ટ, અંજનેય ફાઉન્ડેશન સહિતની સહભાગી સંસ્થાઓનું સન્માન પત્ર, શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.

શ્રી પટેલે આ તકે જિલ્લા માહિતી કચેરી ધ્વારા સચિત્ર અહેવાલ સાથે તૈયાર કરેલ ગીર સોમનાથ જિલ્લાના સુજલામ-સુફલામ પ્રદર્શનનું પણ ઉદદ્યાઠન કર્યુ હતુ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ આભારવિધિ અને આચાર્યશ્રી હારૂન વિહળે અને એસ.એમ.રાવે કર્યું હતું.જળસંગ્રહ યોજનાના લાભાર્થી  ઉકાભાઇ વંશ, ડાભોરનાં વીરાભાઇ ચોપડા, વિરાભાઇ રામ અને બાબુભાઇ રામે આ અભિયાનથી લોકોને અને પોતાને થનાર લાભ અંગે પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાં કાર્યપાલક ઇજનેરશ્રી વ્યાસ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સામાણી તથા જિલ્લા વહિવટીતંત્રનાં તમામ અધિકારીઓ સહયોગી બન્યા હતા.

ફળદ્રુપ કાંપથી મારી ૧૫ વિદ્યા જમીન ફળદ્રુપ બની : વિરાભાઇ રામ

ગીર-સોમનાથ જિલ્લામાં એક માસ સુધી કાર્યરત રહેલ જળ અભિયાનથી ૭.૮૫ લાખ દ્યનમીટર ફળદ્રુપ કાંપ ખેડૂતોની ખેતીને સમૃદ્ઘ બનાવવાં જમીનમાં પથરાયો છે. દેવકા નદીમાં ડાભોર ગામ પાસે જળસંગ્રહ કાર્યનો નીકળતો કાંપ ડાભોર ગામનાં ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવતો હતો.

ડાભોર ગામનાં વિરાભાઇ રામ દ્વારા તેમની ૧૫ વિદ્યા જમીનમાં આ કાંપ પાથરવામાં આવ્યો હતો. સોમનાથ ખાતે સમાપન પ્રસંગે પોતાનાં અનુભવો વ્યકત કરતા વિરાભાઇ રામે કહ્યું કે, આ કાંપ થકી મારી ૧૫ વિદ્યા જમીન વધુ ફળદ્રુપ બની છે.

સુજલામ સુફલામ યોજના આર્શીવાદરૂપ હોવાનું જણાવી શ્રી વીરાભાઇ કહ્યું કે, ખેડૂતોને નદી-ચેકડેમનો કાંપ છાણીયા ખાતરની ગરજ સારે છે. આ કાંપથી જમીન સુધરશે અને ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે.

વિરાભાઇ રામની આ વાતમાં સુર પુરાવી વીરાભાઇ ચોપડાએ કહ્યું કે, મારે ૨૦ વિદ્યા જમીનમાં પણ દેવકા નદીનો કાંપ ખુબ ઉપયોગી બન્યો છે. બીજા લાભાર્થી બાબુભાઇ રામે કહ્યું કે, દરીયાકાંઠાનાં ગીર-સોમનાથ જિલ્લામાં જળસંગ્રહ અભિયાન ખુબ ઉપયોગી છે. ખારાશને આગળ વધતી રોકવા જળસંચય અભિયાન એકમાત્ર ઉપાય છે.

(1:55 pm IST)
  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ગેસકટરથી બાકોરું પાડીને લાખો રૂપિયાના પાર્સલની ચોરી : સાહગંજ સ્ટેશને ચોરીની જાણ થતા બોગીને સુરત લવાઈ : તપાસ શરૂ : સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચોરી ગેસ કટરથી બાકોરું પાડી લાખો રૂપિયાના પાર્સલોની ચોરી થયાનું જાણવા મળે છે ટ્રેન સાહગંજ સ્ટેશને પહોંચતા થઇ ચોરીની જાણ થતા ચોરી થયેલી બોગીને સુરત લવાઈ છે આ સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ હાથ ધરશે access_time 1:11 pm IST