Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કામાખ્‍યા માતાજીનું મંગલાચરણ

જયારે શિવજી સતીનું શરીર લઇને પરિભ્રમણ કરી રહ્યા હતા, ત્‍યારે સતીનો યોનીનો ભાગ જયા પડયો તે સ્‍થાન કામાખ્‍યા દેવીના નામથી પ્રસિધ્‍ધ થયુ. તે ભગવતી ત્રિપુરા સુન્‍દરીનું પવિત્ર સ્‍થાન છે. સંસારમાં મહામાયા સુશોભિત જેટલા ક્ષેત્ર છે. એ બધા સ્‍થાનમાં સર્વશ્રેષ્‍ઠ સ્‍થાન એટલે કામાખ્‍યા માતાજીનું સ્‍થાન છે. પૃથ્‍વી ઉપર કામાખ્‍યામાતાજીનું સિધ્‍ધ સ્‍થાન જેવું બીજુ કયાંય સ્‍થાન નથી. આ જાગૃત સ્‍થાન (જાગતી ભૂમી) સ્‍થાન છે. જયાં આજે પણ માતાજી રજસ્‍વલા થાય છે. આ સમય પર જયા રહેવાવાળા તથા દુનિયાભરમાં નિવાસ કરવાવાળા દેવી દેવતાઓ માતાજીના આ સમયે નિલપર્વત માતાજીના સાનિધ્‍યમાં વાસ કરે છે. આ સમયે આ ભૂમિ દેવી ભૂમી કહેવામાં આવે છે. એટલે કામાખ્‍યા યોનિ મણ્‍ડલ સ્‍થાનથી વિશેષ બીજે કયાંય નથી.

માણુકય ઉપનિષદમાં આને બ્રહ્મ નિરૂપતિ તરીકે ઓળખાય છે.

એષઃ સર્વેશ્વર એષ સર્વજ્ઞ એશોન્‍તર્યામ્‍યેષ &

યોનિઃ સર્વસ્‍ય પ્રભવાપ્‍યયોહિ ભૂતનામ &&

જે સર્વેશ્વર છે. જે સર્વજ્ઞ છે. જે અંતરયામી છે. જે બધાને ઉત્‍પન્ન કરવાનું સ્‍થાન યોની (યોની બ્રહ્મ છે.) સમસ્‍ત જીવની, ઉત્‍પતિ, સ્‍થિતિ અને લયનું સ્‍થાન પણ કામાખ્‍યા માતાજી છે.

કામાખ્‍યા દેવીનો ઇતિહાસ

પૂર્વકાળમાં એક સમયે દેવતાઓએ એક મહાયજ્ઞનું આયોજન કરેલ. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્‍ણુ, મહેશ, અન્‍ય દેવતા અને ઋષિમુની સહિત બધા યજ્ઞમાં આવેલ અને શાષાાઅર્થે અને જ્ઞાનની ગોષ્‍ઠી કરતા હતા. એવા સમયે પ્રજાપતિના સ્‍વામી એવા દક્ષજી ત્‍યા આવે છે તો દક્ષને બધા દેવી દેતાઓ તેને માન આપવા માટે પોતાના સ્‍થાને ઉભા થઇ દક્ષજીને માન આપે છે. પરંતુ પરમ સ્‍વતંત્ર લીલાધારી મહેશ્વર શિવજી તેના આસન ઉપર બેઠા હોય છે. તે દક્ષ પ્રજાપતિને તેનુ ઘોર અપમાન લાગે છે અને શિવજી વિશે અપમાન જનકવાણી વ્‍યય કરીને દક્ષ પ્રજાપતિ જતા રહે છે. ખરેખર શિવજી તો સમાધિમાં લીન હતા તેને કોઇપણ પ્રકારની ખબર જ ન હતી. ત્‍યાર પછી સમય જતા શિવજીની દક્ષ પ્રજાપતિ ઘણી જ ઇર્ષા કરવા લાગ્‍યા. અને એક સમયે શિવજીનું ઘોર અપમાન કરવા માટે ખાસ તેને કનખલક્ષેત્રમાં ખાસ યજ્ઞનું આયોજન કર્યુ અને બધા દેવી દેવતા અને ઋષિમુનિ અને વિદ્યાધરો, ગાંધર્વો, સિધ્‍ધગણોને આમંત્રણ આપી તેડાવ્‍યા પરંતુ દક્ષ પ્રજાપતિએ તે યજ્ઞમાં શિવજીને આમંત્રણ આપ્‍યુ નહી, અને તે યજ્ઞનો આરંભ થયો તે સમયે શિવજીની હાજરી નહી જોતા એવા દધિચી ઋષિ બધા દેવતાને શિવજી વિશે પુવયુ કે આ મહાયજ્ઞમાં મહાદેવજી કેમ નથી ? ત્‍યારે આ શબ્‍દ દક્ષ પ્રજાપતિ સાંભળીને કહેવા લાગ્‍યા કે આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્‍ણુ અને અન્‍ય દેવીદેવતા છે અને સ્‍મશાનમાં રહેવા વાળો અને મૃગચર્મને ધારણ કરનાર સર્વ મુડમાળા ધારણ કરનાર ભૂતપ્રેતના સમુદાયમાં રહેનારનું આ યજ્ઞમાં કંઇ કામ નથી. મારો યજ્ઞ તેના વગર સફળ જ છે. તેમ કહીને શિવભકત એવા દધિચિને દુઃખ પહોચાડયું. આ શિવજીની નિંદા સાંભળીને દધિચિને દુઃખ થયુ અને તે યજ્ઞ શાળા છોડીને પોતાના આશ્રમ તરફ ગયા.  આ તરફ નારદ મુનીએ સતીને દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. તેવા સમાચાર આપ્‍યા હતા અને બધા દેવતા પણ ગંધમાદન પર્વત પરથી પસાર થતા હતા જયા સતી સખીયો સાથે ક્રિડા કરતા હતા. તે સમયે ત્‍યાથી રોહિણી અને ચંદ્રમા પસાર થતા સતીએ તે જોયુ તેથી સતીએ વિજયા નામની સખીને ચંદ્રને પુછવા મોકલી તો ચંદ્રએ દક્ષ પ્રજાપતિ કનખલમાં મહાયજ્ઞ કરે છે. મોટો મહોત્‍સવ કરે છે. તે વિધિવત વાત કરી. આ જાણી સતીને ખુબ દુઃખ થયુ.

 પોતાના પિતા મોટો યજ્ઞ કરે અને બધા દેવી દેવતા અને તેની બધી બહેનને તેડાવે અને પોતાને આમંત્રણ નહી. તેથી તેણે તે બારામાં શિવજીને પુછયુ, તો શિવજી કહે આપણને આમંત્રણ નથી. તેથી આપણે આમંત્રણ વગર જવાય નહિ. પણ સતીને યજ્ઞમાં જવું હતુ. છતા પણ શિવજી પ્રિય વચન બોલ્‍યા, હે દેવી તમારા પિતા દક્ષ મારી સાથે મતભેદ રાખે છે અને આ કારણથી મને આમંત્રણ આપેલ નથી અને વિના આમંત્રણે જવુ તે મરણથી પણ વધારે અપમાન મળે. આ કારણથી યજ્ઞમાં જવુ નહી અને હુ તમને સત્‍ય કહુ છુ કે, બાણ થી વિંધાય તેનુ દુઃખ લાગે એટલુ દુઃખ સગાવાલાના આક્ષેપ અને તીખી વાતથી ઘોર અપમાન કરે છે. માટે આમંત્રણ વગર ન જવાય છતા સતી માન્‍યા નહી અને શિવજીએ સતીને જવાની આજ્ઞા આપી.

સતી દક્ષ પ્રજાપતિ પોતાના પિતાની યજ્ઞશાળામાં પહોચે છે. તે સમયે માતા અથોચિત તેનું સ્‍વાગત કરે છે પરંતુ, તેની બહેનો તેનુ અપમાન કરે છે અને પિતા દક્ષ પણ તેનું અપમાન કરે છે. છતા તે અપમાન સહન કરીને યજ્ઞ મંડપમાં જાય છે. ને ત્‍યા બધા દેવતાના ભાગ જોયા પણ શિવજીનો ભાગ ન જોયો. તેથી સતી ક્રોધીત થયા અને બધા ઋષિમુની અને દેવોને કહેવા લાગ્‍યા, તમે શિવજીને કેમ આમંત્રણ ન આપ્‍યુ ? અને તે તો સ્‍વયમ યજ્ઞ સ્‍વરૂપ યજ્ઞાગ અને યજ્ઞોની દક્ષિણા સ્‍વરૂપ છે. તેના વગર યજ્ઞ સંપાદન નહી થાય. આ સાંભળીને દક્ષ પ્રજાપતિ ક્રોધિત થઇને કહે છે કે, હે ભદ્રે જાજુ બોલવાથી લાન નહી થાય અને તુ પણ અહીથી ચાલી જા અને મને કાંઇ ફેર નહી પડે અને તારો પતિ ભૂતનો રાજા અકુલીન અને અમંગળ છે. તેટલા માટે જ કુવેશધારીને મે યજ્ઞમાં આમંત્રણ નથી આપ્‍યું. અને સતીને આ ઘોર અપમાન લાગી આવતા તેને ત્‍યાં યજ્ઞશાળામાં બેસીને જળની આચમની લઇને યોગાગિ્ન દ્વારા પોતાના શરીરનો ત્‍યાગ કર્યો અને હાહાકાર થયો. યજ્ઞશાળામાં ભાગદોડ મચી ગઇ અને યજ્ઞશાળા વેરનખેર થઇ ગઇ. આ બાજુ શિવજીને ખબર પડી તેને તાંડવ કર્યુ અને જટાપછાડી વિરભદ્ર ગણને યજ્ઞશાળામાં મોકલ્‍યો અને વિરભદ્રે યજ્ઞશાળાનો વિધ્‍વંશ કર્યો અને દક્ષનું માથુ કાપ્‍યું. યજ્ઞમાં હોમી દીધુ. ત્‍યારપછી શિવજી સતિના વિરહમાં સતીનું શરીર ખંભા પર રાખીને વિચરણ કરવા લાગ્‍યા. તેથી દેવતા દુઃખી થયા ત્‍યારપછી બધા દેવતા ભગવાન વિષ્‍ણુ પાસે આવ્‍યા અને તેનો ઉપાય માગ્‍યો. તે સમયે વિષ્‍ણુ ભગવાને પોતાનું સુદર્શનચક્ર સતીના શરીર ઉપર વાર કર્યુ અને સતીના શરીરના ૫૧ ટુકડા થયા. જે સ્‍થળ પર શરીરના ટુકડા પડયા તે સ્‍થળ શકિતપીઠ તરીકે પ્રસિધ્‍ધ થયા. સતીનો યોનીનો ભાગ આસામ નીલ પર્વત પર પડયો તે કામાખ્‍યા શકિતપીઠ તરીકે પ્રસિધ્‍ધ થયો.

 આસામના કામ્‍ય શકિતપીઠ (કામાખ્‍યા) મંદિરે ૨૨ જૂન થી ૨૬ જૂન સુધી પાંચ દિવસ ભવ્‍ય અનુષ્‍ઠાન (અંબુવાસી મેલા) કામાખ્‍યા મંદિરે દર વર્ષની જેમ આખા વિશ્વભરમાંથી માઇ ભકતો કામાખ્‍યા માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે.

સુર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આવો પ્રસંગ વર્ષમાં એક વખત આવે છે. તે તા.રર જૂન શુક્રવારે સુર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. તેથી આ સમયના સંપુર્ણ સિધ્‍ધયોગ  કહેવામાં આવે છે અને આ સમયે મંદીરમાં શિવશકિતનું મિલન યોગ બને છે અને માતાજી રજઃસ્‍વલા થાય છે. તેથી આ મહા સમયને કામ્‍યયોગ પણ કહેવામાં આવે છે. આવા સમયે માતાજીના સાનિધ્‍યમાં જે કાંઇ પુજા પાઠ, અનુષ્‍ઠાન, કુમારીકા પુજન, માતાજીનો યજ્ઞ, અથવા જપ તપનું ઘણુ બધુ મહત્‍વ હોય છે. દુનિયાભરમાંથી માઇ ભકત માતાજીના અનુષ્‍ઠાન માટે આવે છે. કામાખ્‍યા માતાજીનું મંદિર આસામના ગૌહટીથી ૪-પ કીમી નિલ પર્વત પર માતાજીનું ભવ્‍ય મંદિર આવેલું છે અને આજ નિલ પર્વત પર દશ મહાવિદ્યાના પણ મંદિર આવેલા છે. જેના નામ ભુવનેશ્વરી માતાજી, છિન્‍નમસ્‍તકામાતાજી, સોડસી માતાજી, ત્રિપુરા ભૈરવી, તારાદેવીજી, ધુમાવતી દેવી, બગલામુખી, માતંગીમાતાજી, કમલાદેવી માતાજી, દુર્ગા દેવી આ રીતે દશમહાવિદ્યાના મંદિર છે અને કામાખ્‍યા માતાજીના ભૈરવ ઉમાનંદ ભૈરવ જે બ્રહ્મપુત્ર નદીની વચ્‍ચે પર્વત પર તેનુ મંદિર આવેલ છે અને માતાજીના દર્શન અને પુજા પાઠ અનુષ્‍ઠાન, ઉપાસનાના લાભ લઇ લેવા શાષાી વિજયભાઇ (જસદણવાળા) (મો. ૯૪૨૬૨ ૮૯૦૩૫ - ૯૦૯૯૬ ૦૦૦૩૫) દ્વારા અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, વિજયભાઇ શાષાી (જસદણવાળા) હાલ રાજકોટ છેલ્લા ૧૩ વર્ષથી ત્‍યાં નિયમીત રીતે આ સમયે પુજન અર્ચન અને અનુષ્‍ઠાન ઉપાસના કરવા જાય છે. માતાજીની આરાધના અનુષ્‍ઠાન, પુજાપાઠ કરવા અથવા કરાવવા વિજયભાઇનો સંપર્ક કરવો. તેઓ શ્રીયંત્ર (લક્ષ્મી)ની પુજા અનુષ્‍ઠાન માટે જાય છે. જેથી કોઇ ભકતજનને શ્રીયંત્ર પૂજન અનુષ્‍ઠાન કરાવવુ હોય અથવા કરવુ હોય તો શાષાીજીનો સંપર્ક કરવો.

સર્વ કામના માટે, શરીરની રક્ષા માટે, નોકરી ધંધા માટે, ચિંતા દૂર કરવા માટે, લાભ પ્રાપ્તી માટે આ બધા મંત્રો કરવા અથવા કરાવવા માટે શાષાીજીનો સંપર્ક કરવો.

વિજયભાઈ વ્‍યાસ

શાષાી (જસદણવાળા)

મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫

(12:35 pm IST)
  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • પી. ચિદમ્બરમને સીબીઆઈનું તેડું: ૬ જૂને હાજર રહેવા સમન્સ : INX મીડિયા કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા,પૂર્વ નાણાંમંત્રી અને દેશના ટોચના ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈએ ૬ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે access_time 10:21 pm IST

  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST