Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

માંગરોળનાં યુવક હનીફ બમે અપહરણનું નાટક કર્યું? બ્‍લેડથી જાતેજ શરીર ઉપર છરકા માર્યા?

રાજકોટ સિવીલ હોસ્‍પિટલમાં સારવાર લઇને માંગરોળ જતો રહ્યોઃ પોલીસ તપાસનો ધમધમાટ

તસ્‍વીરમાં માંગરોળનો હનીફ બમ સારવારમાં નજરે પડે છે અને હોસ્‍પિટલે પોલીસનો કાફલો દોડી આવ્‍યો હતો.

જુનાગઢ તા. ૧ : જુનાગઢ જીલ્લાના માંગરોળના મુસ્‍લિમ યુવકનું અપહરણ થયા બાદ તેને માર મારવામાં આવ્‍યો હોવાની ચર્ચાઓ જોર પકડયું છ.ે ત્‍યારે આ યુવકે અપહરણનું નાટક કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળના ફનીફ બમને ઇજાગ્રસ્‍ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો જયા આ યુવકનું અપહરણ થયાનું અને અપહરણકારોએ તેને માર મારતા સારવારમાં આવ્‍યો હોવાનું ખુલ્‍યુ હતું.

જેથી રાજકોટ પોલીસ કાફલા પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો. અને સારવાર બાદ આ યુવક માંગરોળ જતો રહ્યો હતો.

જો કે માંગરોળ પોલીસે તેની પુછપરછ કરતા તેણે જાતે જ બ્‍લેડના છરકા મારીને અપહરણનુ નાટક કર્યું હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યુ છે.

માંગરોળ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ અને પુછપરછ હાથ ધરી છે.

(12:29 pm IST)