Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જુનાગઢ શ્રી જલારામ ભકિત ધામમાં પુરૂષોત્તમ મહિનાના સત્સંગમાં મહિલા મંડળો જોડાયા

જુનાગઢ તા.૧: જલારામભકિતધામ ખાતે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના સમગ્ર સત્સંગી મહિલા મંડળોને પાવન પુરૂષોતમ માસ નિમિતે સત્સંગ માટે આમંત્રિત કર્યા હતા. અધધ સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓને સમાવવા મંદિરનો વિશાળ સત્સંગ હોલ સાંકડો પડયો હતો.

ત્રણેક કલાક સુધી બહેનોએ ધોળ, ધુન, રાસ અને ગરબાની રમઝટ બોલાવી, કાન ઘેલી થયેલી એ ગોપીઓના સુરીલા કંઠ અને જોશીલા નાદથી સત્સંગ હોલ ગુંજી ઉઠયો. સમગ્ર વાતાવરણની દરેક ક્ષણ ભકિતસભર બન્યે જતી હતી.

આવા માહોલ્લથી પ્રેરાઇને એક બહેને તો ત્યાં જ પોતાનો લોટી ઉત્સવનો પ્રસંગ સંપન્ન કરાવીને લાખેણો લ્હાવો લીધો હતો. શત શત દિવડાઓની મહા આરતીનો નજારો અલૌકિક હતો. એ પછી સત્યનારાયણ કથાનું શ્રવણ કરી સૌ પાવન થયા, વિશાળ સમુદાયે સમુહ પ્રસાદનો આનંદ માણયો હતો. તેમ શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ-જુનાગઢના  પ્રો. પી. બી. ઉનડકટે જણાવ્યું છે.

(11:52 am IST)