Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જેતપુરમાં નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નિવૃત્ત પોલીસમેનના પુત્રને લોકોએ ઝડપી લીધો

લોકડાઉનમાં મનાઇ હોવા છતાં ઘરમાંથી પાન-બીડીનો ધંધો કરો છો ? તેમ કરી દેવાંગ પંડ્યાએ રૂપિયા પડાવ્યા'તા : પોલીસ પુછતાછમાં વધુ તોડની વિગતો ખુલે તેવી વક્રી

તસ્વીરમાં પકડાયેલ દેવાંગ પંડ્યા નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

જેતપુર, તા. ૧:  કોરોના મહામારી સામે પોલીસ પોતાનો જરાપણ ખ્યાલ રાખ્યા વીના ફરજ બનાવી પ્રજાના સાચા પોલીસ મીત્ર તરીકેની છાપ ઉપસાવી રહી છે ત્યારે નિવૃત્ત પોલીસમેનના પુત્રએ સીનસપાટા કરી સામાન્ય માણસો ઉપર રોફ જમાવી રૂપિયા પડાવતા ઝડપાઇ જતા ચકચાર જાગી છે.

અત્રેના ક્રિષ્ના પેલેસ માધવ પાર્ક અમરનગર રોડ પર રહેતા અરવિંદભાઇ ભીખુભાઇ ઉચાડા તેમના પરિવારજનો સાથે સાંજના સમયે ઘરે હતા ત્યારે એક શખ્સ તેમના ઘેર આવી કહેલ કે તમારા પીતા મનાઇ હોવા પણ રાધે પાન નામની દુકાન ધરાવે છે તો ઘરેથી પાન બીડીનો વેપાર કરે છે એમ કહી રૂમમાં ઘુસી વી.સેક જેટલા માવા લઇ તેને નીચે આવવા કહેલ સાથે બાજુમાં રહેતા નિલકંઠ પાનવાળા કાંતિભાઇને પણ બોલાવજો. જેથી બન્ને નીચે આવતા આ શખ્સે કાંતીભાઇને ધમકાવેલ જેથી તેમણે પોતાને ઘેર રાખેલ એક કિલો સોપારી લાવી આપેલ. તે શખ્સે પોતાનું નામ આંબલીયાભાઇ જણાવેલ અને કહેલ કે તમારી બન્ને વિરૂધ્ધ ગુન્હો દાખલ થશે તેમ ન કરવું હોય તો રૂ. ૧૦ હજાર આપવા પડશે. રકઝક કરી કાંતીભાઇ તેમજ પરીનભાઇ એ બન્ને મળી રૂ. ૧૦ હજાર આપેલ.

આ શખ્સે કાંતીભાઇને ખાનગીમાં રૂ. ૩ હજાર પરત આપી દીધેલ બાદમાં રાત્રીના પરીનભાઇને રૂ. પ હજાર પરત આપવા આવતા લોકોનું ટોળુ એકઠુ થઇ જતા આ વિસ્તારમાં રહેવા પ્રિય વંદનભાઇ કોરાટે પોલીસને જાણ કરેલ. પોલીસ આવતા આ શખ્સ આંબલીયાભાઇ નહિ પરંતુ નકલી પોલીસ બની આવેલ શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત પોલીસમેન પ્રફુલભાઇ પંડયાનો પુત્ર દેવાંગ હોવાનું જાણવા મળેલ. પોલીસે પરીનભાઇની ફરીયાદ પરથી દેવાંગ પંડયા, વિરૂધ્ધ આઇપીસી ૩૮૪, ૧૭૦ મુજબ ગુન્હો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સે ઘણા લોકોને નકલી પોલીસ બની રૂપિયા પઠાવેલ છે. તેની સાથે બીજો એક શખ્સ પણ હોવાની લોકોમાં ચર્ચાય રહ્યું છે પોલીસ તપાસમાં આ તમામ વિગતો બહાર આવશે.

(12:53 pm IST)