Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ઉનામાં બીડી-તમાકુની દુકાન ''સીલ''

ઉના તા.૧ : મેઇન બઝાર વાસા ચોકમાં બાબુભાઇ એન્ડ બ્રર્ધસ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી બીડી, તમાકુની આપલે કરતા હોય હાલ લોકડાઉન જાહેર નામુ હોવા છતા વેચાણ થતુ હોવાની ફરીયાદ વહીવટી તંત્રને મળતા પ્રાંત અધિકાર મહેન્દ્રભાઇ પ્રજાપતીની સુચનાથી નગરપાલિકાના ચીફ ઓફીસ ત્થા સ્ટાફ તથા દુકાનના સ્થળ ઉપર જઇ તાળા ત્થા શટર ઉપર સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરતા ફફટાટ ફેલાયો છે.

ઉના શહેરમાં કેટલીક જગ્યાએ તમકુ, બીડી, સોપારીની દુકાનોમાં રાત્રીના હેરાફેરી થી હોય વહીવટી તંત્ર તેની તપાસ કરીને સામે પગલા લ્યો તેવી માગમાં ઉઠી છે. બીજી બાજુ ઉંચા ભાવમાં ગુટકા, પાન, મસાલા, બીડી વેચાતી હોવાની ફરીયાદો ઉઠી છે.

(11:57 am IST)