Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આરોગ્ય મંત્રીને લેખીત રજૂઆત : જસદણ - વિંછીયા તાલુકાને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અન્યાય

જસદણ તા. ૧ : જસદણ વિંછીયા તાલુકાને જિલ્લા આરોગ્ય અધિકારીઙ્ગ દ્વારા અન્યાય કરાતો હોવાની આરોગ્ય મંત્રીને લેખિત રજુઆત પૂર્વ સરપંચ સંકલન સમિતિ ગુજરાતના પ્રમુખ ભુપતભાઇ સુંદરભાઈ કેરાળીયાએ કરી છે.

ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિ પ્રમુખ ભુપતભાઇ સુંદરભાઈ કેરાળીયાએ આરોગ્ય મંત્રી, ડીડીઓ સાહિતનાને કરેલી લિખિત રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાની મહામારીના સમયમાં રાજકોટ જિલ્લાનાઙ્ગ જસદણ બ્લોક હેલ્થ ઓફિસરઙ્ગ ડો. રામ, જેતપુરના ર્ડા. અલીઙ્ગ ઙ્ગઅને પડધરીના ર્ડા. ગોરૈયાને આવી વિકટ પરિસ્થિતિમાં પોતાના જ હેડકવાટરમાં રહીને તાલુકાની આરોગ્યની વિશેષ કાળજી લેવાના સમયે રાજકોટ જિલ્લા પંચાયતઙ્ગ આરોગ્ય શાખામાં ડેપ્યુટેશન આપીને રાજકોટ જિલ્લાના ત્રણ બ્લોક હેલ્થ ઓફિસરોને રાજકોટ રાખીને આવી મહામારીનાઙ્ગ સમયમાં ગ્રામ્ય લેવલે રેઢિયાળ પડ કરી નાખેલ છે.

ઙ્ગપી.એચ.સી.ના મેડિકલ ઓફિસરોને બ્લોક હેલ્થ ઓફીસરોનો ચાર્જ આપવાના કારણે પી.એચ.સીની કામગીરી યોગ્યઙ્ગ રીતે બજાવી શકાતી નથી. જસદણ બ્લોક હેલ્થ ઓફિસર ર્ડા. રામનું રેસિડેન્સ રાજકોટમાં છે અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે સારા સંબંધો ધરાવે છે જેથી જસદણ/વિંછીયા સુધી અપડાઉન ના કરવું પડે માટે તેમને રાજકોટમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું હોય તેવું લાગે છે. સંસદ સભ્ય રાજકોટ અને સંસદ સભ્ય પોરબંદર બન્નેની ગ્રાન્ટમાંથીઙ્ગ એક સાથે થર્મલ ગનની ખરીદી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરેલ છે.

આ થર્મલ ગન એક સાથે આવી ગયેલ છે. પોરબંદર સંસદ સભ્યશ્રીનાં મતઙ્ગ વિસ્તાર રાજકોટ જિલ્લાના તાલુકામાં ૨૭/૦૪ નાઙ્ગ રોજ વિતરણ કરી આપેલ છે. પરંતુ સંસદ સભ્ય રાજકોટની ગ્રાન્ટ માંથી ખરીદી કરેલ થર્મલ ગનનીઙ્ગ જસદણ - વિંછીયાના પી.એચી.સી અને સી.એસ.સી માં ફાળવણી કરવા માટેઙ્ગ કયારે મુહૂર્ત જોવરાવવાનું છેઙ્ગ ? વિંછીયા તાલુકાના એક પણ પી.એચી.સીઙ્ગ કેન્દ્રમાં આયુષઙ્ગ ડોકટર ભરવામાં આવેલ નથીઙ્ગ તમામ જગ્યા ખાલી છેઙ્ગ તે સમયે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જસદણ તાલુકાના કનેસરાઙ્ગ પી.એચી.સીમાં બે આયુષ ડોકટરની નિમણુંક શા માટે કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા પંચાયત રાજકોટ આરોગ્ય શાખાની તમામ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની ગંધ આવતી હોય તેમ લાગે છે. જેથી વિજલન્સને તપાસ સોંપવાની જરૂરઙ્ગ જણાય છેઙ્ગ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારાઙ્ગ ગ્રામ્ય લેવલની સારી કામગીરી કરવાને બદલે જસદણ વિંછીયા તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન રાખવાંમાં આવે છે.

લોકડાઉનઙ્ગ સમયમાં જસદણ-વિંછીયાઙ્ગ તાલુકામાં એક પણ વખત મુલાકાત લીધેલ નથી. બ્લોક હેલ્થ ઓફિસરોને અતિ ગંભીર પરિસ્થિતિમાં જે તે તાલુકામાં વધુ કામગીરી કરાવવાના બદલે રાજકોટમાં ડેપ્યુટેશન આપી નેઙ્ગ તાલુકાઓની ગ્રામ્ય પ્રજાને રામ ભરોસેઙ્ગ મુકી દીધેલઙ્ગ છે. જવાબદારો સામે શિક્ષાત્મકઙ્ગ પગલાં ભરીને યોગ્ય કરવાની માંગણી અંતમાં ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિ પ્રમુખ કેરાળીયા ભુપતભાઇ સુંદરભાઈ દ્વારા કરવામાં આવી છે.

(11:56 am IST)