Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જામનગર સેવા સંસ્થાનોની મુલાકાતે ધર્મેન્દ્રસિંહ જાડેજાઃ આર્થિક સહયોગની અપીલને ભારે પ્રતિસાદ

જામનગરઃ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગરના વિવિધ સેવાકીય સંસ્થાનોની મુલાકાત લીધી હતી. જેમાં ભાનુશાળી ગૃપ દ્વારા ચલાવવામાં આવતા રસોડાની મુલાકાત લીધી હતી અને તેના દાતાશ્રીઓને અભિનંદન આપ્યા હતા. આ સમૂહ દ્વારા રોજ ૧૫૦૦ થી ૨૦૦૦  જેટલા લોકોને જમાડવામાં આવે છે. આ સેવાકાર્યમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્ય દ્વારા સહયોગ આપવામાં આવે છે.  આવું જ સેવાનું કાર્ય કરતા જામનગરના વાલ્મિકી સમાજના પ્રેમજીભાઇ બાબરીયા દ્વારા લોકોને રાશનકીટ વિતરિત કરી અન્નપૂર્ણા તરીકેનું કાર્ય કરવામાં આવે છે. પ્રેમજીભાઇ બાબરિયા અને પરિવાર દ્વારા હાલ સુધીમાં ૩૩૦૦ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. જયારે કોઇપણ જામનગરવાસીને અન્નની તકલીફના રહે તે માટે પ્રેમજીભાઇએ ૧૦,૦૦૦ જેટલી કીટનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે.   રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા દ્વારા આ સેવાકર્મીઓની કામગીરી નિહાળી આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાને બિરદાવવામાં આવી હતી. કોરોના વાયરસ સામેની લડતમાં આર્થિક સહયોગ આપવા માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને યથાશકિત યોગદાન આપવા માટે અપીલ કરી હતી. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.રાજયમંત્રીશ્રીની અપીલને માન આપી જનક ઓઇલ એન્ડ એક્ષપોર્ટસ દ્વારા રૂ. ૫૧,૦૦૦ મુખ્યમંત્રી રાહત નિધિમાં અનુદાન માટેનો ચેકઙ્ગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જનક ઓઇલ એન્ડ એક્ષપોર્ટસ દ્વારા બેડેશ્વર અને બેડી વિસ્તારમાં જીવનજરૂરિયાતની વસ્તુનું નિશુલ્ક વિતરણ કરેલ છે, જેમાં ૨૮,૩૦૦ વ્યકિત માટે તૈયાર ભોજન તથા ૭૦૦૦ વ્યકિત માટે ભોજનની સામગ્રી અને ૩૭૫ નંગ રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ( તસ્વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી. જામનગર)

(11:42 am IST)