Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ઓખા મીઠાપુર મહારકતદાન કેમ્પમાં ૬૧૭ બોટલ રકત એકત્ર કરાયુ

 મીઠાપુર બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ અંતર્ગત ઓખા સુરજકરાડી શીશુ મંદિર તથા આરભંડામાં ખારવા સમાજની વાડી ખાતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં રેકર્ડ બ્રેક સફળતા પ્રાપ્ત થઇ હતી. જેને સાંસદ શ્રી પુનમબેન માડમે રૂબરૂ આવી બીરદાવી હતી. અને દરેક કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. ઓખા મંડળ દેવભૂમી દ્વારકા જીલ્લામાં સૌ પ્રથમવાર જ એક જ બ્લડ કેમ્પમાં ૬૧૭ જેટલી બોટલો એકત્રીત થયાનો આ પ્રથમ દાખલો છે. લોકડાઉન અને કોરોના વાઇરસ નામના ખતરાની ગંભીર પરિસ્થિતિમાં પણ રકતદાતાઓએ રકતદાનનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતું. આ કેમ્પમાં ઉદ્યોગપતિ શ્રી મનસુખભાઇ બારાઇ તથા યુવા ઉદ્યોગપતિ શ્રી સંદીપભાઇ પબુભા માણેક દિપ પ્રાગટય કરી શુભ પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ઓખા નગરપાલીકા પ્રમુખ શ્રી ચેતનભા માણેક, બાલમુકુંદ ગૌ શાળાના પ્રણેતા દિલીપભાઇ કોટેચા, સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા, વેપારી અગ્રણીય શ્રી રીતેશભાઇ ગોકાણી સાથે દરેક કાર્યકરોએ ખુબ જ સારી જહેમત ઉઠાવી હતી.

(11:28 am IST)