Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

દારૂના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી બાઘુબેન મેરને તેના ઘરેથી ભાવનગર એસ.ઓ.જીએ ઝડપી લીધી

ભાવનગર :દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી બાઘુબેન મેરને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધી છે

  એસ..જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ સુચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી. સ્ટાફના પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન પ્રોહીબિશનના મુજબના ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી મહિલા બાઘુબેન ભોપાભાઇ રામાભાઇ મેર (.. ૪૯ ) ( રહે,સિન્હા કોલોની કુંભારવાડા ભાવનગર ) ને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી મહિલા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

કામગીરીમાં એસ..જી.ના જગદીશભાઇ મારૂ, હરેશભાઇ ઉલવ, પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ , અતુલભાઇ ચુડાસમા, મહિપાલસિંહ ગોહીલ તથા એલ.સી.બી.ના .એસ.આઇ. આઇશાબેન બેલીમ જોડાયા હતા.

(12:33 am IST)