Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

તળાજાનાં નાની માંડવાળીમાં પાણી, ઘાસચારાની અછતના કારણે લોકો બેહાલ

ભાવનગર, તા.૧: વાઇબ્રન્ટ ગુજરાત ની સાથે સાથે આ ઉનાળા એ ટેન્કર રાજ ભૂતકાળ થિંગયા સરકારના દાવાની વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આપી દીધો છે.તળાજાના નાની માંડવાળી ગામના લોકો અને પશુની પીવા માટે પાણી ,આજીવિકા નું કોઈ સાધન નહોય હિજરત કરવાનો વારો આવ્યો છે. સરકાર પાણી અને દ્યાસચારા નીંતત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

નાની માંડવાળી ના સરપંચ ભુપતભાઇ ગઢવી,ઉપ સરપંચ વિજયદાન બાટી એ આજ તળાજા નાયબ કલેકટરને પત્ર પાઠવી ગામને અછત ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ગયા વ્રષે નર્મદાની લાઈન પીવામાટેના પાણીની લાઈન રીપેર કરવામાટે રજુઆત કરેલ તે હજુ કામ થયુ નથી. પશુઓ માટે દ્યાસચારો અને પીવા માટે પાણીની હાલાકીછે. ગ્રામજનો પણ પીવામાટેના પાણીની હાલાકી ભોગવી રહ્યાં છે.ઓછા વરસાદ અને સિંચાઇની કોઈજ સુવિધા નહોય ખેતરમાંથી કોઈજ આવક નથી.ખેત મજુરી પણ મળતી નથી.આવકનું કોઈ સાધન હાલ છે નહીં.

તમામ સમસ્યાઓનો હલ લાવવા માગ કરી છે.

(11:37 am IST)