Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વેરાવળ તાલુકાના કાજલી સહિતના ગામોમાં પીવાાના પાણીના ધાંધીયા

મહિપરી યોજના હેઠળના ૪૨ ગામોના લોકો પાણી પ્રશ્ને પરેશાન

પ્રભાસપાટણ તા.૧: વેરાવળ તાલુકાનાં કાજલી સહિત અનેક ગામોમાં પીવાનાં પાણીની ભયંકર કટોકટી છે.

આ વિસ્તાર  દરિયા કિનારાનો હોવાથી તળમાં ખારા પાણી હોવાથી પીવાલાયક હોતા નથી જેથી આ વિસ્તારનાં ગામોમાં ભાવનગરથી આવતું મહિપરી યોજનાં હેઠળ પીવાનું પાણી આવે છે. જેમાં વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામે મહિપરી યોજનાં હેઠળ ૪૨ ગામ જુથ યોજનાં આવે છે અને ત્યાંથી આ ગામોમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ અત્યારે ૬ થી ૭ દિવસે પાણી આવે છે. અને તે ણણ અપુરતું પાણી આવે છે જેથી ગામ લોકોને પુરતું પાણી પણ મળી શકતું નથી.

અત્યારે ગરમીનો પારો ઉંચો જવાને કારણે પીવાનાં પાણીની લોકોને ખૂબ જ જરૂરત ઉભી થાય છે અને અત્યારે પાણીનાં ધાંધીયાથી લોકો પરેશાન થયેલ છે તેમજ આ તમામ ગામોનાં સરપંચોની હાલત કફોડી છે. કારણ કે લોકોને પુરતું પાણી ન મળવાને કારણે લોકોનાં રોષનો ભોગ બનવું પડે છે.

મહિપરી યોજનાં હેઠળ સોનારીયા ૪૨ ગામ જુથ યોજનાં હેઠળ આવતા ગામોમાં કાજલી, સોનારીયા, બાદલપરા, મીઠાપુર, બીજ, આજોઠા, બોમાશ, સુત્રલાડા બંદર, વડોદરા (ઝાલા), બાવાની વાવ, વાવડી, લોઢવા, પ્રશ્નાવડા, ધામળેજ, સીંગસર, બળેવલા સહિત અન્ય ગામોનો સમાવેશ થાય છે અને આ તમામ ગામોનાં લોકો પીવાનાં પાણી માટે કાળઝાળ ઉનાળામાં વલખા મારી રહેલ છે.

આ અપુરતા પાણી પાછળ ભાવનગર બાજુ પાઇપલાઇનમાં કામગીરી ચાલતી હોવાનું જાણવા મળેલ છે. તો અ તમામ ગામોને તાત્કાલીક પુરતું પાણી મળે તે માટે કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ અરજણભાઇ બારડે માંગણી કરેલ છે.

(9:38 am IST)