Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મોરબીના વિસીપરમાંથી જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબીના વિસીપરા વિસ્તારમાં રાત્રીના જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી બી  ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજન મોરબી બી ડીવીઝન પોલીસ મથકના જે.કે. ઝાલા સહિતનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર નજીક કિસ્મત પાન સામે જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા જુસબ મામદ મોવરયુસુફ હારુન મોવર,જુસેન હાસમ કાટિયાઅને સાઉદીનહાજી મિયાણા રહે બધા મદીના સોસાયટી વિસીપરા વાળાને રોકડ રકમ રૂ.૨૨૨૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:06 am IST)