Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

હળવદના સુંદરગઢ ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર બુટલેગરોનો હુમલો :પોલીસ જવાન ભાવેશ મિયાત્રાને ઇજા

-અમારે ત્યાં રેડ કેમ કરો છો ?કહીને ચાર શખ્શોએ હુમલો કર્યો

હળવદના મહિલા પીએસઆઈ એલ.બી. બગડા, કોન્સ્ટેબલ પંકજ ગઢવી અને એલઆરડી જવાન ભાવેશ મિયાત્રા હળવદના સુંદરગઢ ગામે દારૂની રેડ કરવા ગયા હતા જ્યાં દેશી દારૂના ધંધાર્થીઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. બુટલેગર દ્વારા થયેલા હુમલામાં પોલીસ જવાન ભાવેશ મિયાત્રાને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો તો વિસ્તારમાં હળવદ પોલીસે કોમ્બિંગ શરુ કરી હુમલાખોર ઈસમને ઝડપી લેવા કવાયત આદરી છે

   સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નદીના કાંઠે દારૂની રેડ કરી હતી અને દારૂ ઝડપ્યા બાદ કાર્યવાહી કરી પરત ફરતા હોય ત્યારે અમારે ત્યાં કેમ રેડ કરો છો કહીને આરોપી સાગર રાયધન, નીતીશ રાયધન સહિતના ચાર ઇસમોએ હુમલો કર્યો હતો અને મહિલા પીએસઆઈ પર હુમલો કરવા ગયા હતા ત્યારે ઈજા પામનાર એલઆરડી જવાને વચ્ચે હાથ નાખતા ધોકો લાગ્યો હતો તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

(9:34 pm IST)