Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં જબરો હિટવેવઃ ભાવનગરનું આજે સતત બીજા દિવસે ૪૪. ૧ ડીગ્રી તાપમાનઃ ગાંધીનગર ૪ર.૮ અમદાવાદ ૪ર.૭ રાજકોટ ૪ર.પ ડીગ્રી તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર હિટવેવ સાથે આજે ભાવનગરમાં સતત બીજા દિવસે મહતમ તાપમાનનો પારો ઉંચકાયેલો રહયો છે. ગઇકાલે ભાવનગરનું રાજયમાં સૌથી વધુ ૪૩.૮ ડીગ્રી તાપમાન રહયા બાદ આજે તાપમાન સડસડાટ ઉંચે ગયું છે અને મહતમ તાપમાન ૪૪.૧ ડીગ્રી નોંધાયું છે.

જયારે ગાંધીનગર ૪ર.૮ ડીગ્રી, અમદાવાદ ૪ર.૭, રાજકોટ ૪ર.પ ડીગ્રી, અમરેલી ૪ર.ર, ડીસા ૪ર.૯, ઇડર ૪ર.૦, વલ્લ્ભ વિદ્યાનગર અને કંડલા એરપોર્ટ ઉપર ૪૧.૪, વડોદરા ૪૧.૦, ભુજ ૩૯.૦, દિવ ૩૬.૪, ન્યુ કંડલા ૩પ.પ, વલસાડ ૩પ.૪, સુરત ૩૩.૮, ઓખા ૩ર.ર, દ્વારકા ૩૧.૩ ડીગ્રી તાપમાન રહયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ સાથે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને આખો દિવસ ગરમી અને બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૪ ડીગ્રીને પાર કરી જતા રસ્તાઓ સુમસામ બની જાય છે.

(7:31 pm IST)