Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ધોરાજીમાં ૧૦૦૦ થી વધુ મહિલાઓને રોજગારી મળી

 ધોરાજી : શિશુ મંદિર ખાતે ભારત વિકાશ પરિસદ્દ મહિલા બિભગ દ્વારા કરવામાં આવ્યું આ એકિટવિટી કેમ્પમાં ૨૨૮ મહિલાઓ કુકિંગ હેર સ્ટાઇલ અને જીવન ઉપયોગી કલાઓનું માર્ગદર્શન પાંચ દિવસ સુધી મેળો યોજેલ જેમાં ભારત વિકાસ પરિસદ્દ મહિલા વિભાગ ના વિરલબેન કાર્તિકેયભાઈ પારેખ એ જણાવેલ કે દરરોજ જુદા જુદા તજજ્ઞો આવેલ જેમાં યોગ અને અન્ય વિષયો પણ લેવામાં આવ્યા હતા પ્રથમ દિવસે  પિયુષભાઈ બાબરીયા વિનુભાઈ વદ્યાસીયા, વિનુભાઈ પટોળીયા, હિતેશભાઈ ભાડેશીયા અને કાર્તિકેયભાઈ પારેખ ઉપસ્થિત રહેલા આ એકિટવિટી કેમ ના અંતિમ દિવસે  મહિલાઓ પોતાના દ્યરે બેસી અને હસ્તકલા કે કોઈ ચીજવસ્તુ કે કપડાંનો વ્યવસાય કે વેપાર કરે છે આ લોકોનું એક વેચાણનો પ્રદર્શન રાખેલ અને ૧૦૦૦ થી વધુ મહિલા આને રોજગારી ની તક મળેલ હતી આતકે વિરલબેન કાર્તિકેયભાઈ પારેખ મુકતાબેન વદ્યાસિયા વનદીતાબેન રાજયગુરૂ વિજયાબેન વિઠ્ઠલભાઈ કોરડીયા વરસાબેન વિગેરે મહિલા ઓએ જહેમત ઉઠાવી હતી.(૨૩.૮) (તસ્વીર કિશોર રાઠોડ)

(1:05 pm IST)