Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પોરબંદરમાં અડપલા કરનાર ર પોલીસ સામે ફરિયાદ નોંધાતી નથીઃ મહિલા દ્વારા આમરણાંત ઉપવાસ

એસ.પી. કચેરી સામે ર બાળકો સાથે ઉપવાસઃ લેખિત ફરીયાદ છતાં દાદ મળતી નથી

પોરબંદર તા. ૧ :.. અહીં છાંયા વિસ્તારમાં  રહેતા વર્ષાબેન ભરતભાઇ બોખીરીયા તેના ર બાળકો સાથે જિલ્લા પોલીસ વડા કચેરી સામે ગઇકાલથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી જઇને ર૦ દિવસ પહેલા તેના ઘરમાં કારણ વિના ઘુસી જઇને પોતાની સાથે અડપલા કરીને જાતીય હૂમલો કરી ઇજા પહોંચાડનાર ર પોલીસ કોન્સ્ટેબલો સામે જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેકટર સામે રજૂઆત છતાં પોલીસ ફરીયાદ નોંધવામાં નહીં આવતી હોવાનું જણાવી ન્યાયની માગણી કરી રહેલ છે.

પીડિત વર્ષાબેન બોખીરીયાએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરીયાદ આપી હતી. જેમાં જણાવેલ કે ગત તા. ૧૧ મીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ર પોલીસ કોન્સ્ટેબલો કોઇપણ વાંક ગુન્હા વિના પોતાના ઘરમાં ઘુસી ગયેલ અને જાતીય અડપલા કરીને હૂમલો કરેલ હતો વર્ષાબેનને ઇજા થતાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ધમકી અપાયેલ. જેની મોબાઇલમાં પુરાવા સાથે જિલ્લા પોલીસ  વડા અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆતો કરી હતી. પરંતુ પોલીસ ફરીયાદ નોંધવા સહિત કોઇ કાર્યવાહી થઇ નથી જેથી ન્યાય મેળવવા વર્ષાબેન આમરણાંત ઉપવાસ ઉપર ઉતરીને તંત્રને જગાડી રહેલ છે. (પ-૧૭)

(1:04 pm IST)