Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મોરબીમાં માર્કેટીંગ મેનેજરની કારના કાચ ફોડી લેપટોપની ચોરી

વરલીના આંકડા લેતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

મોરબી તા.૧: શહેરમાં ફરીથી ગાડીના કાચ ફોડી લુખ્ખા શખ્સો લેપટોટ ચોરી ગયાની ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર ના રહેવાસી રામજીભાઇ મોહનભાઇ હિન્સુએ ફરીયાદ નોંધાવી છે કે શહેરના શનાળા રોડ પરના વૃંદાવન પાર્ક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોય જેથી તે પતની સાથે આવ્યા હતા અને તેની વેગન આર કાર નં. જીજે ૦૩ સીએ ૯૫૭૧ પાર્કિગમાં રાખેલી હોય જે કારના કાચ ફોડી અજાણ્યા ઇસમો તેની કંપનીનું લેપટોપ કિંમત ૩૦,૦૦૦ ચોરી કરી નાસી ગયા છે. ભોગ બનનાર યુવાન જીએસએફસી કંપનીમાં સીનીયર માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા હોય અને લેપટોપમાં કંપનીનો મહત્વનો ડેટા હોય તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.(૧.૧૨)

(1:04 pm IST)