Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નાની મોણપરી સમુહલગ્નમાં ૨૫ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં ૫૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા

શણગારેલા બળદગાડામાં વરરાજાઓનું પરંપરાગત સ્વાગતઃ ૬૫૦ યુવાનો અને ૪૦૦ યુવતીઓએ સ્વયંસેવક તરીકે ખડેપગે સેવા આપી

જુનાગઢ તા. ૧ : વિસાવદરના નાની    મોણપરી ગામે લેઉવા પટેલ સમાજ આયોજીત સમુહલગ્ન સમારોહમાં ૨૫ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં ૫૬  નવદંપતીઓએ  પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમારોહના અધ્યક્ષસ્થાને નાગરીક પરુવઠા અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા ઉપસ્થિત રહયા હતા.

નાની મોણપરી ગામથી લગ્નસ્થળ સુધી ઉમંગભેર નવજીવનની શરૂઆત કરવા આવેલ વરરાજાઓનું શણગારેલા બળદગાડામાં પરંપરાગત સ્વાગત કરાયુ હતુ.આ સ્વાગતમાં તમામ જાનૈયા માંડવીયા અને આખુ મોણપરી ગામ રાસની રમઝટ સાથે જોડાયુ ત્યારે સમગ્ર માહોલ મંગલમય બન્યો હતો. તમામ મહેમાનો માટે આકરા તાપમાં ઠંડા પાણી માટે ૧૦૦ જેટલી નાંદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓનું સ્વયંસેવકોનું સન્માન કરાયુ હતુ.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ પરેશભાઇ ગજેરા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વલ્લભભાઇ દુધાત, જીગ્નેશદાદા, ભોજનના દાતા કાનભાઇ કાનકડ અગ્રણી દિનેશભાઇ કુંભાણી, જશુમતીબેન કોરાટ,ચુનીભાઇ રાખોલીયા, જે.કે. ઠેશીયા,કીરીટભાઇ પટેલ, બીપીનભાઇ રામાણી,રસીકભાઇ ગોંડલીયા, ભાવેશભાઇ ત્રાપસીયા, દિપકભાઇ ડોબરીયા સહિત લેઉવા પટેલ સમાજના સમાજ શ્રેષ્ઠીઓએ નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. સમુહલગ્ન સમારોહના પ્રણેતા શ્રી હરસુખભાઇ વઘાસીયાએ સૌનુ સ્વાગત કરી સમુહલગ્ન આયોજનની રૂપરેખા આપી હતી. નવદંપતીઓને જીવનજરૂરી વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી. આ સમારોહનતે સફળ બનાવવા સમુહલગ્ન સમિતિના પ્રમુખ ડીમ્પલ રાખોલીયા ખજાનચી જમનભાઇ રાખોલીયા, પ્રીતીબેન વઘાસીયા,કમલેષભાઇ વઘાસીયા સહિત  સમુહલગ્ન સમિતિના તમામ સભ્યો હોદેદારો સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો હરેશ કાવાણી અને બી.આર.ભાયાણીએ કર્યુ હતુ.(૨૧.૧૯)

(1:04 pm IST)