Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મોરબીમાં વ્યસનમુકિત, દેશભકિતના સંદશ સાથે ઉપનિષદ કથાની પૂર્ણાહુતિ

મોરબી : મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલા વેલકમ ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા ઉપનિષદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં સત્સંગ વિકાસ, વ્યસનમુકિત, તેમજ દેશભકિત સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મોરબીના સત્સંગ સમાજ દ્વારા તા.૨૩ થી ૨૯ સુધી ઉપનિષદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનિષદ કથામાં પ્રવચન આપતા કથાકાર સંસ્કૃતાચાર્ય સતએ જણાવ્યું કે આધ્યાત્મિક માર્ગે વળવા માટે દરેક વ્યકિતએ ગીતાના શ્લોક અને પાઠોનું પઠન અવશ્ય કરવું જોઈએ. જોકે સતા અને સંપત્ત્િ।થી અસત્ય ઢંકાઈ જાય છે. આખી દુનિયાની સંસ્કૃતિ કરતા ભારત દેશની સંસ્કૃતિ મહાન છે. પરંતુ તેનું પતન થઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે. આ પતનનું મૂળ કારણ વ્યસન જેવા દુર્ગુણો છે. ત્યારે યુવાનોને વ્યસનમુકિત માટે પ્રેરણા આપવા ઉપરાંત સત્સંગ વિકાસ અને દેશભકિત જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા. તસ્વીરમાં ઉપસ્થિત શ્રોતાઓ કથા સાંભળવામાં મશગુલ નજરે પડે છે.(૨૧.૧૮)

(1:02 pm IST)