Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુરેન્દ્રનગર ફાયનાન્સ કંપનીનો કર્મચારી લાપતાઃ પોલીસ ફરીયાદ

વઢવાણ તા.૧: મુળ ભાવનગરના અને હાલ સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પરની નુતન સોસાયટીમાં રહેતા વિશાલ ભાઇ બાબુભાઇ ચોૈહાણ ક્રેડીટકેર નેટવર્ક માઇક્રો ફાઇનાન્સ કંપનીની ઓફીસમાં ફરજ બજાવે છે

ત્યારે કોઇપણ કારણસર પોતાની ઓફીસ માંથી બાઇક સર્વિસ કરાવવા જવાનું પત્ની દિવ્યાબેનને કહીને નીકળી ગયા હતા. ૨૪/૪/૨૦૧૮ના રોજ બનેલી આ ઘટના બાદ પતિનો કોઇ અતોપતો ન લાગતા દિવ્યાબેન દ્વારા સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે પતિ વિશાલભાઇ ગુમ થયાની જાણ કરાઇ હતી. આ બનાવની વધુ તપાસ એસ.જે. ચોૈહાણ ચલાવી રહ્યા છે.

સબુરા ડેમમાં મચ્છી પકડવાની ના પાડતા મારામારી

વઢવાણ : મુળીના ધર્મેન્દ્ર ગઢમાં આવેલા સબુરા ડેમમાં સુરેન્દ્રનગરમાં ઇરફાન ભાઇ મહમદભાઇ મેમણ મચ્છી પકડવાનો ધંધો કરે છે ત્યારે ધર્મૈન્દ્રગઢ મા રહેતા ટપુભાઇ કરશનભાઇ કોળી અને અન્ય બે શખ્સો મચ્છી પકડતા હતા જેથી ઇરફાન ભાઇએ તેમને ના પાડતા ટપુભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી લાકડી વડે માર માર્યો હતો આથી આ અંગે મુળી પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ એસ.જી. પરમાર ચલાવી રહ્યા છે. (૧.૧૭)

(1:01 pm IST)