Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

એસ્ટ્રોસિટીની ફરિયાદ કરનાર યુવકને ભરબજારે ઢોર માર માર્યો : સુરાજકરાડી વિસ્તારની ઘટના :ત્રણ સામે ફરિયાદ:આરોપી ફરાર

દેવભૂમી દ્વારકાનાં સુરજકરાડી વિસ્તારમાં એક યુવકને ભરબજારે ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં એક સાથે ત્રણ માથાભારે શખ્સો ભર બજારમાં આરોપીઓએ હુમલો કર્યો હતો.

 

   પ્રાપ્ત માહિતી અનુસાર, દેવસીભાઇ રોશિયા નામનાં યુવાનને 3 દબંગ લોકોએ ભર બજારે ઢોર માર માર્યો હતો અને પીડિત યુવકનાં પરિવારે નોંધાવેલી એટ્રોસિટીની ફરિયાદ કરણભૂત હોવાનું બહાર આવી રહ્યુ છે. આ બનાવમાં હુમલાખોરો પીરખાન ઉમરખાન પઠાણના પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેઓ હાલમાં ફરાર છે. સ્થાનિક પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પીડિત યુવકને હાલમાં સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવમાં સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને ફરિયાદ પક્ષ સામસામે જ રહે છે અને બંન્ને પક્ષ વચ્ચે અવારનવાર ઝઘડા થયા છે. તાજેતરમાં બનેલ બનાવમાં આરોપીઓ ફરાર છે.

 

(12:41 pm IST)