Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મેંદરડા પાસે કારની ઠોકરે વૃધ્ધ દંપતિ ખંડિત : પત્નીનું મોત , પતિ ગંભીર

વિઠ્ઠલભાઇ અને પ્રભાબેન ડબલ સવારીમાં મોટર સાયકલ ઉપર જતા 'તા ને જીવલેણ અકસ્માત

મેંદરડા તા.૧: પંથકના ઈટાળી ગામ પાસે મોતના સાંઢની માફક ઘસી આવેલી કારના ચાલકે ડબલ સવારી મોટર સાયકલને ઉલાળતા વૃધ્ધ દંપતિ ખંડિત થઇ જતા તેના પરિવારજનોમાં શોક છવાઇ જવા પામ્યો છે.

વિગત મુજબ ઈટાળી ગામ પાસેથી ગઇ કાલે સાંજે વિઠ્ઠલભાઇ વલ્લભભાઇ (ઉ.વ.૬૫) અને તેમના પત્ની પ્રભાબેન (ઉ.વ.૬૦) પોતાના મોટર સાયકલ પર પસાર થતા હતા ત્યારે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી પ્રભાબેનનું કરૂણ મોત નીપજ્યુ હતુ . જ્યારે પતીને ગંભીર ઈજા થતા તાત્કાલીક જુનાગઢ ખાતે સારવારાર્થે  ખસેડવામાં  આવ્યા હતા.

(11:46 am IST)