Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગોંડલમાં દિવ્યાંગ બાળકોના લાભાર્થે અષ્ટાતરશત શ્રીમદ ભાગવત સપ્તાહ

૨૩મી પ્રારંભીત કથાના વ્યાસાસને ભાવેશભાઇ વ્યાસ બિરાજશે

ગોંડલ, તા.૦૧:  ગુંદાળા રોડ પર આવેલ સરદાર આવાસ યોજના ખાતે આગામી તા. ૨૩ મેથી તા ૨૯ મેં દરમિયાન વાત્સલ્યધામ ટ્રેનિંગ સેન્ટર દ્વારા માનસિક ક્ષતિવાળા દિવ્યાંગ અને શારીરિક ખોડખાપણ વાળા બાળકોના લાભાર્થે અષ્ટોત્ત્।રશત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની આયોજન કરવામાં આવેલ છે કથાના વ્યાસાસને ભાવેશભાઈ વ્યાસ બિરાજી કથાનું રસપાન કરાવનાર છે, કથાનો સમય સવારે ૯ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી અને બપોરે૩થી સાંજના છ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે, આ ધાર્મિક પર્વ દરમિયાન પોથીયાત્રા, નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામચંદ્ર પ્રાગટ્ય, નંદ ઉત્સવ, લોક ડાયરો, અન્નકૂટ ઉત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ તેમજ ગાયત્રી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ સાથોસાથ નારીરત્ન પ્રદર્શન, વૃદ્ઘાશ્રમના વડીલોના આશીર્વાદ, ચકલી દ્યર વિતરણ, રકતદાન કેમ્પ તેમજ રાહત દરે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવનાર છે, આ તકે મહામંડલેશ્વર વિશ્વમભર ભારતીમહારાજ જુનાગઢ, મુકતાનંદજી બાપુ બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા, વિવેકાનંદ બાપુ ગુપ્તપ્રયાગ, શેરનાથજીબાપુ જુનાગઢ, રામ બાપુ વાળધરી, ખાખ ચોક રામ મંદિર મહંત જુનાગઢ, કિશનદાસબાપુ જુનાગઢ, દેવસ્વરૂપ મહારાજ પોરબંદર, ચંદુબાપુ દેશાણી ગોંડલ મામાદેવ મંદિર સહિતના સંતો-મહંતો હાજર રહી આશીર્વચન પાઠવનાર છે, તેમજ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, શાસ્ત્રી ડોલરભાઈ ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહેનાર છે.

 તા. ૨૬ રાત્રે ૯:૩૦ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં બાબુભાઈ બારોટ, ગાયત્રીબેન પટેલ, ચાંદનીબેન હિંગુ, દેવરાજભાઈ રાઠોડ તેમજ સંજયભાઈ બારોટ સહિતના કલાકારો કસુંબલ લોક ડાયરો રજૂ કરનાર છે. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા વાત્સલ્યધામ ટ્રેનિંગ સેન્ટર ના પ્રમુખ ગોપીબેન જાની, ઉપપ્રમુખ આકૃતિબેન ભટ્ટ તેમજ મંત્રી સોનલબેન વૈષ્ણવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(11:31 am IST)