Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ઉના પંથકમાં ગેરકાયદે સફેદ પથ્થરોનું ખનન : બેફામ રોયલ્ટી ચોરીની ફરયાદો

ઉના તા.૧ : ઉના તાલુકો પ્રાકૃતિક સંસાધન ધરાવતો તાલુકો છે લિલી નાદ્યેર ગણાતા આ તાલુકા માં કુદરતે દિલ ખોલી ને તાલુકા ના પેટાળ માં સફેદ પથ્થર આપ્યો છે અને આ પથ્થર સમગ્ર સૌરાષ્ટ્ર માં મશહૂર છે અને એની માંગ છે છેલ્લા કેટલાક સમય થી સમગ્ર તાલુકા માં બેફામ રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે સમગ્ર તાલુકા માં અગણિત ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને તંત્ર ને જાણ સુદ્ઘાં ના હોય તેવું બને નહીં મહિને એકાદ વાર કહેવા ખાતર રેડ કરી ને તંત્ર સંતોષ માની લે છે તાલુકા માં બેફામ પણે રોયલ્ટી ચોરી થાય છે સરકારી તિજોરી ને કરોડો નો ચૂનો લાગે છે ખનન માફિયા ઓ દ્વારા ડીઝલ ઉપર અને જનરેટર દ્વારા ચકરડી ઓ ચલાવી ને ઉના તાલુકા ના પેટાળ માં રહેલ અમૂલ્ય પથ્થર ને બેરોકટોક કાઢવામાં આવી રહ્યો છે.

તાલુકા માં આવી રીતે ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્ર ને આ વાત ધ્યાને ના હોય તે કૈરીતે બની શકે? આમ ને આમ ખનીજ ચોરી થાતી રહેશે તો ઉના ના પેટાળ માં પડેલ આ ખનીજ ખતમ થઈ જશે તાલુકા ના અમુક ગામો ઇકો સેન્સિટિવ ઝોન માં આવે છે ત્યાં પણ બેધડક ખનીજ ચોરી થાય છે જે સિંહ અને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે આ ખનીજ ચોરી થી સરકાર ને પણ ભારે નુકશાની સહેવી પડે છે અને રોયલ્ટી ના કરોડો રૂપિયા ગુમાવા પડે છે ત્યારે ખાણ અને ખનીજ વિભાગ આળસ ખંખેરી ને આવા ખનીજ માફિયા પર લગામ લ્યે તેવી માંગણી ઉઠી છે. બેફામ રોયલ્ટી ચોરીની ફરિયાદો વધી છે.

(11:28 am IST)