Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મીઠાપુર તાતાકેમીકલ્સ દ્વારા મજુર દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરો યોજાયો

મીઠાપુર, તા. ૧ : વિશ્વના સૌથી મોટા એકમોમાં ગણાતા તાતા ગ્રુપના સોલ્ટ સીટી તરીકે ઓળખ ધરાવતા મીઠાપુર તાતાકેમિકલ્સ દ્વારા ૧લી મેના આંતરરાષ્ટ્રીય મજુર દિવસ અંતર્ગત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માનભાઇ મીર દ્વાર રમઝટ બોલાવવામાં આવી હતી. આ લોકડાયરો ૩૦ના રોજ રાત્રે મીઠાપુર સ્થિત આશિર્વાદ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મીઠાપુર તાતા ગ્રુપના અધિકારીગણ સાથે ખૂબજ મોટી સંખ્યામાં મીઠાપુરવાસીએ તેમજ પ્રખર શિવભકત તેમજ ૮ર વિધાનસભા ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત આ વર્ષે તાતાને ૧પ૦ વર્ષ પૂર્ણ થયા હોય ખુશી બેવડાઇ હતી.

(11:28 am IST)