Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

જુનાગઢમાં માર્ગ સપ્તાહની ઉજવણી નિમીતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

તાજેતરમાં માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણી નિમીતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી અંગેનો કાર્યક્રમ જેસીઆઇ જુનાગઢના સહયોગથી યોજાયો હતો. જેમાં અધ્યક્ષસ્થાને ડીવાયએસપી એમ એસ રાણા તેમજ આરટીઓ અધિકારી વી વી વાટલીયા નિવૃત એ એસ આઇ શંભુભાઇ પરમાર જેસી આઇના ડાયરેકટર કિશોરભાઇ ચોટલીયા સહીતનાએ માર્ગ અકસ્માત કેવી રીતે નિવારી શકાય તેનુ ખૂબ જ સરળ ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શંભુભાઇ પરમારે હેલ્મેટ પહેરી અને લાયસન્સ વગર  વાહન ન ચલાવવા વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત ન કરવા ટ્રાફિક નિયમનું પાલન કરવા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. આ સપ્તાહના દ્વિતીય દિવસે એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ બી એમ કાટલીયા શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ એમ જી બાલસની ઉપસ્થિતીમાં રેલ્વે સ્ટેશન ચોક ખાતે ૧પ૦ મેડીકલ કિટ તેમજ માર્ગ સુરક્ષાના પેમ્પલેટ જેસીઆઇ પ્રમુખ જીતેન્દ્ર ત્રિવેદી સહીતનાએ વિતરણ કર્યું હતું. (અહેવાલ વિનુ જોષી જુનાગઢ)

(11:26 am IST)