Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જવાબાદાર અધિકારી સામે પગલા ભરવા આદેશ

ભાવનગર તા.૧ : મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મોટાભાગના ઠરાવ સર્વનુમતે મંજુર કરવામાં આવ્યા હતા આ બેઠકમાં રેલ્વે હાઉસીંગ સોસાયટીને ફાળવવામાં આવેલ છે. પ્લોટ ફોરફીટ કરવાના ઠરાવમાં આસામીનું નામ પ્લોટ ધારક તરીકે દર્શાવાતા તંત્રની બેદરકારી બદલ કમીટીએ તપાસ કરી જવાબદાર વિરૂધ્ધ પગલા ભરવા સુચન કયુંર્ હતું.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુરેશભાઇ ધાંધલ્યાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રેલ્વે કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીને ફાળવામાં આવેલ છ પ્લોટ પર બે વર્ષ દરમ્યાન બાંધકામ ન થતા તમામ પ્લોટ ફોરફીટ કવરા અંગેના ઠરાવમાં એક પ્લેટ ધારક તરીકે અન્ય આસામીના નામનો ઉલ્લેખ કરવામાં આવતા કમીટી મેમ્બરોએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને તંત્રની બેદરકારી ખુલતા જવાબદાર અધીકારી વિરૂધ્ધ તપાસ કરી પગલા ભરવા સુચન કર્યું હતું.

આ બેઠકમાં મોટાભાગના ઠરાવ ચર્ચા-વિચારણા બાદ મંજુર કરવામાં આવ્યા હતા.

(11:25 am IST)