Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

માંગરોળના લાંગડ ગામે જાહેરમાં જુગાર રમતા ૧૬ શખ્સો ઝબ્બે

જુનાગઢ, તા. ૧ : માંગરોળના લાંગડ ગામે જાહેરમાં જુગાર રમતા ૧૬ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂ. રપ હજારથી વધુની રકમ કબ્જે કરી છે.

માંગરોળ તાલુકાના લાંગડ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ આર.આર ચૌાણે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં પોલીસ લખમણ વીરા મોકરીયા, બાલુ રાજશી વાઢીયા, મોહન રામા સહિત ૧૬ શખ્સોને રૂ. રપ૭૩૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી ધોરણસર કાર્યવાહી કરી હતી.

(11:24 am IST)