Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગરીબોને રાહતદરે અનાજ આપવાની માગણી સાથે ઉપલેટા સીપીએમ દ્વારા ધરણા

ઉપલેટા તા.૧: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કૃષિ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે આ મેળામાં કૃષિ કલ્યાણ કરતા રાજ્ય સરકારના પ્રચાર પ્રસાર કરતા અને મુખ્યમંત્રી અને વડાપ્રધાનના વખાણ કરતા  અને ભાજપ સરકારની રાજનીતી  કરવા કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે ખેડુતોને વર્તમાન સમયમાં ખેત પેદાશોના ભાવો મળતા નથી. ત્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે પુરતી ખરીદી કરતી નથી અને ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર થાય છે. ખેડુતોના કપાસના પાકવિમાની ઘણા લાંબા સમયથી  માંગ કરતા  આવે છે. છતા પાકવિમાની ચુકવણીમાં ઉપલેટા તાલુકાને માત્ર ૬% વિમા ચુકવી ખેડુતોની ક્રુર મશ્કરી કરી છે જે આજે સરકારે ખેડુતો માટે કામ કરતી નથી પરંતુ કંપનીઓ માટે જ કામ કરે છે. તેવુ ખેડુત પ્રતિનીધીઓ જણાવી રહ્યા છે. અને જમીન માંપણીમાં ગોટાળા થાય છે તેવા સમય કુષિ કલ્યાણ  મેળાનું આયોજન ખેડુતોની મશ્કરી સમાન આયોજન હોવાનો અહેસાસ કિશાનસભાના કારોબારીમાં ઉપસ્થિત  ખેડુતો દ્વારા પોતાનો મત વ્યકત કરવામાં આવશે ત્યારે રાજકોટ જીલ્લા માં તા.૨/૫ના રોજ યોજનારા કુષિ કલ્યાણ મેળાનો ખેડુતો દ્વારા બહિષ્કાર  કરવાનુ એલાન કરવામાં આવેલ છે ખેડુતો  પોતાના સ્વાભિમાનના ભોગે ઉપસ્થિત નહી રહેવા રાજકોટ જીલ્લા કિશાનસભાના ઉપપ્રમુખ લખમણભાઇ પાનેરા , ખીમાભાઇ અલ તથા કે.ડી. સીણોજીયા  આહવાન કરેલ છે.

(11:24 am IST)