Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભાવનગર સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં રૂ. ૧૦નો ભાવ વધારો

ભાવનગર તા.૧: જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને તા.૨૮/૪/૨૦૧૮ના રોજ નિયામક મંડળની મીટીંગ મળી જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતા હાલ જે ૫૭૫/- કિલોફેટે ચુકવાય રહ્યા છે તેમાં રૂ.૧૦/- વધારો કરી તા.૧/૫/૧૮થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ. ૫૮૫/- કરવામાં આવેલ છે. આ પહેલા તા. ૧/૪/૨૦૮ના રોજથી પણ રૂ.૧૦/- નો વધારો કરવામાં આવેલ હતો. હાલમાં પણ રૂ. ૧૦/- નો વધારો કરવામાં આવેલ છે.

નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને ઉનાળાની સિઝનમાં વધારે પડતી ગરમી પડવાને કારણે પશુદીઠ દૂધ ઉત્પાદકતામાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઇ તેમજ ઘાસચારામાં ભાવવધારાને કારણે આર્થિક રીતે ફાયદો થાય તે માટે દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવે તો પશુપાલકોને આર્થિક રીતે મદદરૂપ થઇ શકાય તેવા શુભ ઉદેશથી તા.૧/૫/૨૦૧૮ના રોજથી અમલમાં આવે તે રીતે કિલો ફેટે રૂ. ૫૮૫/- નો ભાવ કરેલ છે. સર્વોત્તમ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ભાવવધારાના ીનર્ણયથી દુધ ઉત્પાદકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

દૂધનો ભરાવો થવાને કારણે પડોશી જિલ્લા દૂધ સંઘોએ દૂધ ખરીદી વારા (ઓફ) આપવામાં આવેલ તે સમયે પણ એકપણ દિવસ દૂધની ખરીદી બંધ રાખ્યા વિના દૂધ ઉત્પાદકોને કોઇપણ પ્રકારની નુકશાની વેઠવી ન પડે તે માટે કપરી પરિસ્થિતિમાં પણ સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદી શરૂ રાખેલ છે. સોૈરાષ્ટ્ર ના અન્ય જિલ્લામાં શિયાળામાં ખરીદભાવ ૫૧૫ સુધી નીચા લઇ ગયેલ જયારે સર્વોત્તમ ડેરીએ શિયાળાની સિઝનમાં પણ ૫૬૫ થી ઓછા ભાવ કરેલ ન હતા આમ સર્વોત્તમ ડેરી હંમેશા દુધ ખરીદીમાં અને ભાવ ચુકવવામાં અગ્રેસર રહી છે.

(11:22 am IST)