Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમરેલી જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા કામગીરી

અમરેલી તા. ૧ : 'મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨'ના ઉદેશને સાકાર કરવા સમગ્ર જિલ્લામાં લોકોની સુખાકારી જળવાઇ અને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગનો ફેલાવો ના થાય તે માટે ચોમાસાની ઋતુ પહેલા અગમચેતીના ભાગ રૂપે આરોગ્ય શાખા સતત કાર્યરત છે.

હાઉસ ટુ હાઉસ વાહક નિયંત્રણ કામગીરીના ત્રણ રાઉન્ડ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. તા.૩૦ એપ્રિલ થી તા.૫-મે અને જુન-તા.૪ થી ૯ દરિમયાન વાહક નિયંત્રણ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન આરોગ્ય શાખાની ટીમ ઘરે-ઘરે ફરીને તાવ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા આરોગ્ય શિક્ષણ જેવી રોગ અટકાયત તેમજ આરોગ્ય પ્રત્યે કાળજી-જાગૃત્ત્િ।-સાવચેતી સંબંધિત કામગીરી કરવામાં આવનાર છે.

ઘર તેમજ આજુબાજુના વિસ્તારમાં મચ્છર અને ગંદકીને દૂર કરીને સાવચેતી વર્તીને જ રોગને જાકારો આપી શકાય. આજુબાજુના વિસ્તાર-ઘરમાં ભરેલા પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જ ઉત્પન ન થાય તે અંગે જાગૃતિ રાખવી એ આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે. જિલ્લા પંચાયત-આરોગ્ય શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ વાહક નિયંત્રણ કામગીરી દરમ્યાન લોકોને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા મેલેરયા અધિકારીએ યાદીમાં અનુરોધ કર્યો છે.

(9:21 am IST)