Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમરેલી જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિશાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમ યોજાશે

અમરેલી તા. ૧ : ભારત સરકાર દ્વારા તા.૧૪ એપ્રિલ-૨૦૧૮ થી તા.૫ મે-૨૦૧૮ સુધી ગ્રામ સ્વરાજ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી થાય તે માટે જાગૃત્તિ લાવવા ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રે આધુનિક કૃષિ તાંત્રિકતા તેમજ સજીવ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

તા.૨ મે-૨૦૧૮ને બુધવારના રોજ કિશાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી તાલુકોઃ નવા ખેડૂત તાલીમ કેન્દ્ર, કેરિયા રોડ-અમરેલી ખાતે તેમજ કુંકાવાવ તાલુકો-બી.આર. સી. ભવન-કુંકાવાવ ખાતે યોજાશે. આ ઉપરાંત તમામ તાલુકામથકોએ માર્કેટ યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાશે. વધુ વિગતો અને માહિતી માટે કિશાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮ના સભ્ય સચિવ તેમજ પ્રોજેકટ ડાયરેકટર આત્મા-અમરેલીનો સંપર્ક સાધવા પ્રોજેકટ ડાયરેકટર આત્મા-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૩)

 

 

(9:20 am IST)