Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નૈનિતાલથી ઝડપાયેલ કુખ્યાત નિખિલ દોંગા કેસમાં સનસનીખેજ ખુલાસો, બે સાગરીતો ભરત રામાણી, ભાવિન ખૂંટ, બે પીએસઆઈ સહિત ૪ પોલીસ કર્મીની મદદથી ભાગ્યો

પશ્ચિમ કચ્છ, રાજકોટ રૂરલ અને ગોંડલ પોલીસે પગેરું દાબી નૈનિતાલથી ઝડપ્યો, મદદગારી કરનાર ૪ પોલીસ કર્મીઓની ધરપકડ

ભુજ : કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા ભુજ ભુજની હોસ્પિટલમાંથી નાસી છૂટયા બાદ ઉત્તરાખંડમાંથી  કેવી રીતે ઝડપાયો અને કેવી રીતે નાસી છૂટ્યો તે અંગે સનસનીખેજ માહિતી બહાર આવી રહી છે.  તા.૨૯.૩ ના પોલીસ જાપ્તા વચ્ચેથી નાસી છૂટનાર નિખિલ દોંગાને ઝડપી પાડવા પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરી ગુનેગારો મોટે ભાગે પર્યટન સ્થળોએ નાસતા હોય છે, એ થીયરી અનુસાર ધ્યાન કેન્દ્રિત કરી હ્યુમન અને ટેકનિકલ સરવેલન્સને આધારે તપાસ હાથ ધરી હતી.  પશ્ચિમ કચ્છ પોલીસ સાથે રાજકોટ રૂરલ, ગોંડલ પોલીસ પણ જોડાઈ હતી તે અનુસાર નિખિલ દોંગા નૈનિતાલ હોવાનું ધ્યાને આવતાં પોલીસે સાવધાની પૂર્વક ઓપરેશન હાથ ધરી તેને ઉત્તરાખંડ માંથી ઝડપી પાડયો હતો. તો જોકે, સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે, નિખિલ દોંગા નાસી છૂટયો એમાં ચાર પોલીસ કર્મીઓની સંડોવણી તેમ જ તેના બે સાગરીતોની મદદગારી ખુલી છે. પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી જયેશ પંચાલે આ અંગે મીડિયાને આપેલી સત્તાવાર માહિતી અનુસાર ૨૯.૩ ના નિખિલ દોંગા નાસી છૂટયો ત્યારે ફરજ પરના પીએસઆઈ આર.બી. ગાગલ, કોન્સ્ટેબલ રાજેશ રૂપસિંહ રાઠોડ ઉપરાંત નિખિલના બે સાથીદારો ભરત ઝવેરચંદ રામાણી અને ભાવિન ખૂંટ ની સંડોવણી ખુલી છે. તો, અગાઉ જાપ્તામાં રહેલ પીએસઆઈ એમ.કે. ભરવાડ, હે.કોંસ્ટે. અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી ખુલી છે. પોલીસે આ ચારેય પોલીસ કર્મીઓની ધરપકડ કરી તા.૩/૪/૨૧ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ કર્મીઓની કોલ ડિટેઈલ્સમાં નિખિલના સાગરીતો સાથે તેમની વાતચીત થઈ હોવાનું પણ બહાર આવ્યું છે.

(7:01 pm IST)