Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જામનગર જિલ્લાની પ્રતિષ્ઠાભરી ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં જામ-જોધપુર બેઠકમાં જિલ્લા ભાજપના સહકારી આગેવાન પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ હાર્યા

જામજોધપુર,તા. ૧: જામનગર જિલ્લાની પ્રતિષ્ઠાભરી ડીસ્ટ્રીકટ બેંકની ગઇ કાલે યોજાયેલ મતગણતરીમાં બ્રિજરાજસિંહ જાડેજા અને હેંમતખવાને ૧૧ -૧૧ મત મળતા ટાઇ થઇ હતી તે દરમ્યાન ચીઠ્ઠીથી પરિણામ નક્કી થતા હેંમત ખવાનો વિજય થયો હતો અને છેલ્લા ૨૫ વરસ થયા ડીસ્ટ્રીકટ બેંકમાં જીતતા ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહની હાર થઇ હતી આમ આ બેઠકમાં ત્રીપાખીયો જંગ થયેલ જેમાં અનેક રાજકીય નેતાઓએ પોતાની રાજકીય ચાણકય વ્યુહ બાજી લગાડી ધારાસભભાના સમીકરણો પણ ઉભા કર્યા હોવાનું રાજકીય પંડીતોમાં ચર્ચાય છે.

(11:30 am IST)