Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટ જિલ્‍લામાં આરોગ્‍યની ટીમ દ્વારા સર્વેની ધનિષ્‍ઠ કામગીરી

ર૩૯૩૬ ઘરોમાં ૧૦પ૦૯૬૪ લોકોના આરોગ્‍યની ચકાસણી કરાઇ શરદી-ખાંચીની કેસો મળ્યા : સ્‍થળ પર સારવાર અપાઇ

રાજકોટ : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીની અટકાયત માટે ખાસ કામગીરી આયોજન કરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન આરોગ્ય કેન્દ્રના આરોગ્યના કર્મચારીઓ દ્વારા  કામગીરી કરવામાં આવી રહેલ છે. 

        જિલ્લામાં ગ્રામ્ય/નગરપાલિકા વિસ્તારમાં  ૪૩૧ આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરી, પલ્સ ઓક્સિમીટર દ્વારા ઓક્સિજન લેવલ પણ માપવામાં આવી રહેલ છે. તથા જરૂરી લબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવી રહેલ છે. 

        તા: ૩૦/૩/૨૧ ના રોજ કૂલ ૨૩૯૩૬ ઘરોમાં કૂલ ૧,૦૫,૯૬૪ લોકોનું સર્વે કરવામાં આવેલ હતું. આ સર્વે દરમ્યાન તાવના ૨૫ કેસ, શરદીના ૩૯ કેસ, અને ખાંસીના ૨૧ કેસ મળ્યા હતા. જે પૈકી સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને ટીમ દ્વારા સ્થળ પર સારવાર આપવામાં આવેલ છે. સર્વેલન્સ કામગીરી દરમ્યાન પોજીટીવ દર્દીના કોંટેક્ટ અને અન્ય કોરોના સબંધિત લક્ષણો ધરાવતા કૂલ ૮૨ લોકોના સ્થળ પર જ કોરોના એંટીજન ટેસ્ટ કરવામાં આવેલ જે તમામ નેગેટિવ માલૂમ પડેલ હતા

        આ સમગ્ર કામગીરીના અમલીકરણ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તથા જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો તુરતજ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અથવા કોરોના હેલ્પ લાઈન નં. ૧૦૪ પર ફોન કરવા અપીલ કરવામા આવી હોવાનું રાજકોટ જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે

(9:13 am IST)