Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

આમરણ રોડ ઉપર ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ગયું: અફડાતફડી

જોડીયા અને મોરબી પોલીસ ટીમ-ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળેઃ વાહન વ્યવહાર બંધ

જામનગરઃ તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ ગેસ ભરેલ ટેન્કર, ફાયર બ્રિગેડની ટીમ નજરે પડે છે (તસ્વીરઃ મુકુંદ બદિયાણી-જામનગર)

જામનગર તા. ૧: આમરણ રોડ ઉપર આજે ટાટા કંપનીનું ગેસ ભરેલું ટેન્કર પલ્ટી જતા અફડાતફડી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં તારાણા મોરાણા દુધઇ-હાઇ-વે ઉપર ટાટા કંપનીનું ટેન્કર ગેસ ભરીને જામનગરની ટાટા કંપનીમાંથી હરિયાણા તરફ જઇ રહ્યો હતો.

ત્યારે અચાનક ટેન્કર પલ્ટી જતા દોડધામ મચી ગઇ હતી આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ૩ થી ૪ ગાડીઓ તથા મોરબી અને જોડિયાની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

ગેસ ભરેલ ટેન્કર પલ્ટી જતા કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે ભાદરાથી આમરણ સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો છે અને કંડલા હાઇ-વે ઉપર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ છે.

વધુ વિગતો મેળવાઇ રહી છે.

(12:22 pm IST)