Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

આટકોટ પાસે બાઇક ફંગોળાતા મહુવાના યુવાનને ગંભીર ઇજા

મહુવાના દિલાવરભાઇ વાઘેલા પત્‍ની સાથે જતા'તા ખાડાના કારણે અકસ્‍માત સર્જાયોઃ ગોકળગતિએ ચાલતા કામથી છાશવારે અકસ્‍માતો થાય છે

તસ્‍વીરમાં ઇજાગ્રસ્‍ત યુવાન નજરે પડે છે.(તસ્‍વીરઃ હુસામુદ્દીન કપાસી જસદણ)

જસદણ તા.૧: જસદણથી આઠ કિલોમીટર દૂર આવેલ. આટકોટ નજીક રાજકોટ ભાવનગર હાઇ-વે પર રોડ પર ખાડાને કારણે એક મહુવાનો મુસ્‍લિમ બાઇક ચાલક ફંગોળાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે  દવાખાને ખસેડેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર -રાજકોટ હાઇ-વે પ્રજાના કરવેરારૂપે ભરાતા કરોડો રૂપિયા માંથી આ રોડ બન્‍યો પણ આ રોડમાં છાશવારે અકસ્‍માતો થાય છે જેમાં આજે સવારે મહુવાના દિલાવરભાઇ રહેમાનભાઇ વાઘેલા અને તેમના પત્‍ની સોમવારે સવારે  મહુવા જતાં હતા ત્‍યોર રોડ પરના ખાડાને કારણે ફંગોળાઇ જતાં રહેમાનભાઇને માથામાં ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયાં હતા. હાઇ-વે પર આ અકસ્‍માત બનતા લોકોના ટોળા એકત્ર થતાં વાહનોના થપ્‍પા લાગી ગયા હતાં.

રાજકોટ-ભાવનગર રોડનું કામ લાંબા સમયથી ગોકળગાય ગતિએ થઇ રહ્યુંછે. અને રોડ સરખો ન થતાં ગાબડાઓથી અકસ્‍માતમાં પણ વધારો થઇ રહ્યો છે. રોડ પર ગાબડા પુરવાનું કામ સત્‍વરે પુરૂ કરવા લોકોમાં માંગણી ઉઠી છે.

(11:45 am IST)