Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ચોરાઉં બાઈક સાથે ઓદરકાના શખ્સને વાઘાવાડી રોડ પરથી ભાવનગર એલસીબીએ દબોચી લીધો

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાણન  ભાવનગર, વાઘાવાડી રોડ સ્વામીનારાયણ મંદિર પાસે જી.ઇ.બી.ની ઓફિસ પાસે આવતાં હેડકોન્સ. રાજપાલસિંહ મેરૂભા સરવૈયા એ એક ઇસમને નંબર પ્લેટ વગરના મો.સા. સાથે પકડતા જેનું નામ સરનામું પુછતા સુરપાલસિંહ ઉર્ફે સુરૂભા ઘોરૂભા ગોહિલ (ઉવ. ૨૭ ) (રહે  ઓદરકા તા. ઘોઘાવાળા ) હોવાનું જણાવેલ.તેનાં કબ્જામાં રહેલ કાળા કલરનું હિરો હોન્ડા મો.સા. નંબર પ્લેટ વગરનું જેના રજી.બુકનાં કાગળો કે આધાર માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ.જે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મજકુરે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતું મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- કલમઃ-૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ.મજકુરની પુછપરછ કરતા આજથી એક વર્ષ પહેલા ભાવનગર હિમાલીયા મોલ પાસેથી પોતાએ ચોરી કરેલાની કબુલાત આપેલ છે.જે બાબતે ખરાય કરતા નિલમબાગ પો.સ્ટેમાં ગુન્હો નોઘાયેલ છે.

(6:53 pm IST)